<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

હોમ લોન સસ્તી થશે કે નહીં? શું RBI ફરી આપશે સરપ્રાઈઝ? 6 ઓગસ્ટ પહેલા વિશેષજ્ઞોએ કરી ભવિષ્યવાણી

આજથી આરબીઆઇની ત્રણ દિવસીય બેઠક શરૂ : આ બેઠક બાદ RBI ગવર્નર સંજય મલ્હોત્રા આગામી રેપો રેટની જાહેરાત કરશે

 નવી દિલ્હી : જો તમે હોમ લોન કે અન્ય કોઈ લોનના વ્યાજદરમાં ઘટાડાની રાહ જોઈ રહ્યા છો, તો 6 ઓગસ્ટ 2025નો નિર્ણય તમારા માટે મહત્વનો હોઈ શકે છે. કારણ કે આજથી ભારતીય રિઝર્વ બેંકની ત્રણ દિવસીય બેઠક શરૂ થઈ ચૂકી છે. આ બેઠક બાદ RBI ગવર્નર સંજય મલ્હોત્રા આગામી રેપો રેટની જાહેરાત કરશે.
ભારતીય રિઝર્વ બેંક (RBI)ની નાણાકીય નીતિ સમિતિ (RBI MPC Meeting August 2025)ની ત્રણ દિવસીય બેઠક આજે 4 ઓગસ્ટ 2025થી શરૂ થઈ ગઈ છે. આ બેઠક બાદ RBI ગવર્નર સંજય મલ્હોત્રા આગામી રેપો રેટ (Repo Rate)ની જાહેરાત કરશે. જો તમે હોમ લોન કે અન્ય કોઈ લોનના વ્યાજદરમાં ઘટાડાની રાહ જોઈ રહ્યા છો, તો 6 ઓગસ્ટ 2025નો નિર્ણય તમારા માટે મહત્વનો હોઈ શકે છે. હવે સવાલ એ છે કે આ બેઠકમાં શું થશે? શું રેપો રેટમાં ફરી ઘટાડો થશે? અને જો એવું થાય, તો શું તમારી હોમ લોનના EMIમાં રાહત મળશે? ચાલો, આ મુદ્દે નિષ્ણાતોના મંતવ્યો જાણીએ.

RBIએ અગાઉ સતત ત્રણ વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે, જેનાથી કુલ 100 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થઈ ચૂક્યો છે. હાલમાં રેપો રેટ 5.50% પર છે. આ એ દર છે જેના પર બેંકો આરબીઆઈ પાસેથી લોન લે છે, અને આ જ દરના આધારે હોમ લોન અને અન્ય લોનના વ્યાજદર નક્કી થાય છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આરબીઆઈ આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે. તેમનું કહેવું છે કે, જૂન 2025માં રિટેલ મોંઘવારી (Inflation) 2.1% રહી, જે ખૂબ જ ઓછી છે. આથી આરબીઆઈ અગાઉના ઘટાડાની અસરનું મૂલ્યાંકન કરવા માટે થોડો સમય લઈ શકે છે.

જોકે, ઘણા જાણકારો એવું પણ કરી રહ્યા છે કે વર્તમાન સ્થિતિમાં RBI વધુ એક 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25%નો ઘટાડો કરી શકે છે. ICRAના ચીફ ઈકોનોમિસ્ટ અદિતિ નાયરનું કહેવું છે કે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા નવા ટેરિફ અને ગ્લોબલ અનિશ્ચિતતાથી GDP ગ્રોથ પર અસર પડી શકે છે. આવી સ્થિતિમાં RBI વધુ એકવાર રેપો રેટમાં ઘટાડો કરી શકે છે, જેથી ગ્રોથને સપોર્ટ મળે. Crisilના ચીફ ઈકોનોમિસ્ટ ધર્મકીર્તિ જોશીનું પણ એવું જ માનવું છ
SBIના રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે કે, જો આરબીઆઈ હવે રેપો રેટમાં ઘટાડો કરે, તો તેનો સીધો ફાયદો તહેવારોની સીઝનમાં મળશે. રેપો રેટ ઘટવાથી લોનની ડિમાન્ડ (ક્રેડિટ ગ્રોથ) વધી શકે છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે આરબીઆઈએ હવે વિલંબ ન કરવો જોઈએ, નહીં તો યોગ્ય સમય નીકળી જશે. CareEdge Ratingsનું માનવું છે કે આરબીઆઈએ અગાઉ રેપો રેટમાં ઘટાડો કર્યો છે, અને હવે તેની અસરનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી ગ્રોથમાં કોઈ મોટો ઘટાડો ન દેખાય, ત્યાં સુધી વધુ ઘટાડો થવાની શક્યતા ઓછી છે. Bank of Barodaના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવીસનું કહેવું છે કે, જૂનનો મોંઘવારી દર અથવા અમેરિકાની ટેરિફ નીતિથી હવે પોલિસી પર કોઈ ખાસ ફરક નહીં પડે. RBI પહેલા જ આ ડેટાને ધ્યાનમાં રાખી ચૂકી છે. તેથી હાલ કોઈ ફેરફાર નહીં થાય
5/6

આરબીઆઈને સરકારે 4% મોંઘવારીનો ટાર્ગેટ આપ્યો છે, જેમાં 2% ઉપર-નીચેની છૂટ છે. જૂન 2025માં મોંઘવારી 2.1% હતી, જે આ દાયરામાં ખૂબ જ ઓછી છે. જોકે, ક્રૂડ ઓઈલના ભાવ અને અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા ટેરિફ હજુ પણ ચિંતાનું કારણ છે.
આરબીઆઈની આ બેઠક ખૂબ જ મહત્વની છે. કેટલાક નિષ્ણાતોને આશા છે કે 0.25%નો નાનો ઘટાડો થઈ શકે છે, જેનાથી હોમ લોનના વ્યાજદરમાં રાહત મળી શકે છે. બીજી તરફ, કેટલાકનું માનવું છે કે આરબીઆઈ હાલ કોઈ ફેરફાર કરશે નહીં.જો તમે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો અથવા પહેલેથી EMI ભરી રહ્યા છો, તો 6 ઓગસ્ટના આરબીઆઈના નિર્ણય પર નજર રાખવી જરૂરી છે.

 

(9:00 PM IST)