News of Monday, 4th August 2025
જુઓ મહત્વના સમાચાર ઊડતી નજરે...

એચસીએલટેકના સીઈઓ વી. વિજયકુમાર ભારતનાં સૌથી વધુ કમાણી કરતા આઈટી સીઈઓ
ભારતની સૌથી મોટી આઈટી કંપનીઓમાંની એક એવી એચસીએલટેકના સીઈઓ વી. વિજયકુમાર નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૯૪.૬ કરોડ રૂપિયાની કમાણી સાથે દેશના સૌથી વધુ પગાર મેળવનારા આઈટી સીઈઓ બન્યા છે.
પી.બી. બાલાજી ટાટા મોટર્સના જગુઆર લેન્ડ રોવરના નવા સીઈઓ બનશે
ટાટા મોટર્સે જાહેરાત કરી છે કે પી.બી. બાલાજી ૧૭મી નવેમ્બરથી જગુઆર લેન્ડ રોવરના સીઈઓ તરીકેનો કાર્યભાર સંભાળશે.
અમદાવાદમાં ૮૦૦૦ કરોડના રોકાણ સાથે બનશે ‘મિલિયન માઈન્ડ્સ ટેક સિટી’
અમદાવાદમાં ૬૫ એકર જમીન પર ૮૦૦૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે ‘મિલિયન માઈન્ડ્સ ટેક સિટી’નું નિર્માણ થશે. ગણેશ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવનારા આ પ્રોજેક્ટમાં ૧૦ આઈટી પાર્ક, ૬ રહેણાંક અને ૨ કોમર્શિયલ બિલ્ડિંગ્સનો સમાવેશ થશે, જેનું કુલ બાંધકામ ક્ષેત્રફળ ૧૮ મિલિયન ચોરસ ફૂટથી વધુ હશે.
આવતીકાલે મંગળવારે અમિતભાઈ દેશના સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી તરીકે સેવા આપનાર વ્યક્તિ બનશે
આવતીકાલે ૫મી ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, એલ.કે. અડવાણીને પાછળ છોડીને સૌથી લાંબા સમય સુધી સતત ગૃહમંત્રી પદે રહેવાનો રેકોર્ડ બનાવશે.
મોલ્ડોવા ઇન્ટરનેશનલ સોલર એલાયન્સનું ૧૦૭મું સભ્ય બન્યું
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્વીટ કરીને માહિતી આપી છે કે મોલ્ડોવા ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (આઇએસએ)નું ૧૦૭મું સભ્ય રાષ્ટ્ર બન્યું છે.
શિવસેનાએ શાયના એન.સી.ને રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા
મહારાષ્ટ્રમાં શિવસેના પક્ષે શાયના એન.સી.ની રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિમણૂક કરી છે.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
