<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

પીએમ મોદીના ‘પરીક્ષા પે ચર્ચા'ને ગિનીસ વર્લ્‍ડ રેકોર્ડમાં સ્‍થાન

નવી દિલ્‍હી,તા.૦૫: વડાપ્રધાન મોદીની ‘પરીક્ષા પે ચર્ચા'ની નવતર પહેલે એક મહિનામાં નાગરિક સહભાગી મંચ પર સૌથી વધુ લોકોની નોંધણી માટે ગિનીસ વર્લ્‍ડ રેકોર્ડમાં સ્‍થાન બનાવી લીધું છે. ‘પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમની આઠમી આવૃત્તિ દરમિયાન ૩.૫૩ કરોડ માન્‍ય રજિસ્‍ટ્રેશન થયા હતા. ઉલ્‍લેખનીય છે કે, વડાપ્રધાન મોદી આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધો સંવાદ કરે છે. તેનો ઉદ્દેશ્‍ય પરીક્ષાની મોસમને હકારાત્‍મક તૈયારી અને ઉદ્દેશ્‍યપૂર્ણ શીખવાના ઉત્‍સવમાં બદલવાનો છે, જેથી પરીક્ષાઓ તણાવને બદલે પ્રોત્‍સાહનનો સમય બની જાય. કેન્‍દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાને ગિનીસ વર્લ્‍ડ રેકોર્ડ સર્ટિફિકેટ સ્‍વીકારતી વખતે જણાવ્‍યું કે, ‘પરીક્ષા પે ચર્ચા'ની આઠમી આવૃત્તિના કાર્યક્રમને ૨૦૨૫માં તમામ મીડિયા પ્‍લેટફોર્મ પર કુલ ૨૧ કરોડથી વધુ દર્શકોએ નિહાળ્‍યો હતો.

(9:42 AM IST)