News of Tuesday, 5th August 2025
બે કોકરોચને લીધે મુસાફરોએ આખી ફલાઈટ માથે લીધી

કોલકાત્તા,તા.૦૫: એર ઈન્ડિયાની બેંગલુરુથી કોલકાત્તા જઈ રહેલી ફલાઈટ એઆઈ૧૮૦માં મુસાફરોએ ભારે હંગામો કર્યો હતો. આ ધમાલનું કારણ બીજું કંઈ નહીં પણ બે કોકરોચ હોવાનું બહાર આવ્યું છે. બેંગલુરુથી કોલકાતા જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફલાઈટમાં આ ઘટના બની હતી. ફલાઈટ નંબર એઆઈ૧૮૦માં મુસાફરી કરતા મુસાફરોએ કોકરોચ જોયા અને ભારે હંગામો કર્યો. બે મુસાફરોએ સતત ફરિયાદો કરતા ક્રુ મમ્બરે તેમની સિટ્સ પણ બદલી. છતાં વાત ઠંડી થતા ન દેખાતા અંતે ફલાઈટ પાછી બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી
આ બાબતે, એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે કોલકાતા થઈને મુંબઈ જઈ રહેલી ફલાઈટ નંબર એઆઈ૧૮૦ માં બે મુસાફરો વિમાનમાં કેટલાક કોકરોચ જોઈને ગભરાયા હતા. તેથી, અમારા કેબિન ક્રૂએ બંને મુસાફરોને એક જ કેબિનની બીજી સીટ પર બેસાડ્યા, જ્યાં તેઓ આરામથી બેઠા હતા. ત્યારબાદ અમારા ગ્રાઉન્ડ ક્રુ મેમ્બર્સે સફાઈ પણ કરી હતી. જોકે ઘણીવાર સફાઈ કરવા છતાં જીવજંતુ ફલાઈટમાં આવી જાય છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
