<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

લંડનની ગલીઓમાં પાન-તમાકુ થુંકવાના નિશાનઃ ભારતીયો પર આક્ષેપ

વિદેશમાં દેશી આદતોઃ લંડનના રસ્‍તાઓ પર તમાકુ અને પાનના થૂંકના ડાઘનો એક વીડિયો વાયરલઃ વીડિયોમાં, કચરાપેટીઓ, ફૂટપાથ અને રસ્‍તાઓ પર લાલ રંગના ડાઘા દેખાય છે

 

લંડન તા.૫: લંડનના રસ્‍તાઓ પર તમાકુ અને પાનના થૂંકના ડાઘનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રેનર્સ લેનથી નોર્થ હેરો સુધીના વિસ્‍તારોમાં આ ડાઘ જોવા મળ્‍યા હતા. વીડિયોમાં, કચરાપેટીઓ, ફૂટપાથ અને રસ્‍તાઓ પર લાલ રંગના ડાઘા દેખાય છે. રેનર્સ લેનના લોકોનું કહેવું છે કે આ ડાઘ પાન અને તમાકુની દુકાનોની આસપાસ વધુ છે. રિપોર્ટ અનુસાર, લોકોએ નોર્થ હેરોમાં નવી પાનની દુકાન સામે અરજી દાખલ કરી છે. તેઓ ચિતિત છે કે આનાથી પાન ચાવવા અને થૂંકવાની સમસ્‍યા વધશે. અગાઉ, ૨૦૧૯ માં, લેસ્‍ટર સિટી પોલીસે અંગ્રેજી અને ગુજરાતીમાં ચેતવણી બોર્ડ લગાવ્‍યા હતા. તેના પર લખ્‍યું હતું, ‘પાન થૂંકવું ગંદુ અને અસામાજિક છે. આ માટે દંડ થઈ શકે છે.‘ નિયમોનું ઉલ્‍લંઘન કરવા બદલ ૧૫૦ પાઉન્‍ડ (લગભગ ૧૨,૫૨૫ રૂપિયા) નો દંડ ફટકારવામાં આવ્‍યો હતો. ૨૦૧૪ માં, બ્રેન્‍ટ કાઉન્‍સિલે પાનના ડાઘ સાફ કરવા માટે ૨૦,૦૦૦ પાઉન્‍ડ (લગભગ ૨૧ લાખ રૂપિયા) ખર્ચ્‍યા હતા. ૨૦૦૯ માં, વેમ્‍બલીના હાઇ રોડ પર પાન થૂંકવાની સમસ્‍યા વધી હતી, ત્‍યારબાદ કાઉન્‍સિલ તરફથી કાર્યવાહીની માગ કરવામાં આવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી, કેટલાક લોકોએ પોતાનો ગુસ્‍સો વ્‍યક્‍ત કર્યો અને ખાસ કરીને ભારતીય સમુદાયના લોકોને તેના માટે જવાબદાર ઠેરવ્‍યા.

 એક વ્‍યક્‍તિએ ટિપ્‍પણી કરી, ‘ગુજરાતી અને પંજાબી લોકો યુકેમાં મુશ્‍કેલી ઉભી કરી રહ્યા છે.‘ બીજાએ લખ્‍યું કે ભારતની છબી બગાડવાની બીજા કોઈને જરૂર નથી, આપણા લોકો આખી દુનિયામાં આવું કરી રહ્યા છે. તેથી, ભારતીય પાસપોર્ટનું ગૌરવ ઘટી રહ્યું છે.

નિયમોનું  ૨૦૧૪ માં, બ્રેન્‍ટ કાઉન્‍સિલે પાનના ડાઘ સાફ કરવા માટે ૨૦,૦૦૦ પાઉન્‍ડ (લગભગ ૨૧ લાખ રૂપિયા) ખર્ચ્‍યા હતા.(૩૮.૩)

 

(9:46 AM IST)