<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

ઓપરેશન સિંદૂરની સફળતા માટે NDA સંસદીય પક્ષની બેઠકમાં PM મોદીનું સન્‍માન

નવી દિલ્‍હી, તા.૫:  નેશનલ ડેમોક્રેટિક એલાયન્‍સ (NDA) એ મંગળવારે સંસદીય પક્ષની બેઠક યોજી હતી. આ બેઠકમાં ઓપરેશન સિંદૂરની સફળતા માટે PM  મોદીનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. NDA સાંસદોની બેઠકમાં ઓપરેશન સિંદૂર અંગે એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્‍યો હતો. ગ્‍થ્‍ભ્‍ પ્રમુખ જેપી નડ્ડા, ગળહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ રાજનાથ સિંહે તેમનું સન્‍માન કર્યું હતું. આ દરમિયાન, આખો હોલ તાળીઓના ગડગડાટ અને ભારત માતા કી જયના નારાઓથી ગુંજી ઉઠ્‍યો હતો.

પ્રધાનમંત્રી  મોદી પણ સંસદના ઓડિટોરિયમ હોલમાં આયોજિત આ બેઠકને સંબોધિત કરશે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્‍યારે બિહારની મતદાર યાદીને લઈને સંસદમાં હોબાળો ચાલી રહ્યો છે. બંને ગળહોમાં સતત વિરોધ થઈ રહ્યો છે. NDA ની આ બેઠક લાંબા સમય પછી થઈ રહી છે. વર્તમાન સંસદ સત્રમાં NDAની આ પહેલી આવી બેઠક છે.  શાસક ગઠબંધનના નેતાઓએ તેમાં ભાગ લીધો હતો. ઓપરેશન સિંદૂર પર બંને ગળહોમાં આક્રમક ચર્ચાઓ બાદ આ સન્‍માન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું છે.(૨૩.૧૦)

 

(10:46 AM IST)