News of Tuesday, 5th August 2025
કુલગામમાં સતત પાંચમા દિવસે સુરક્ષાદળોનું ઓપરેશન ચાલુ : ડ્રોન અને હેલિકોપ્ટર મદદથી આતંકવાદીઓની શોધખોળ
અખાલ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા, જ્યારે ઓછામાં ઓછા બે સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા.

જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલ વિસ્તારમાં સતત પાંચમા દિવસે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. મંગળવાર સવારથી જ વચ્ચે વચ્ચે ગોળીબાર ચાલુ છે. સુરક્ષા દળો આતંકવાદીઓને શોધવા માટે ડ્રોન અને હેલિકોપ્ટર સહિત તમામ માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છે.
દક્ષિણ કાશ્મીર જિલ્લાના અખાલમાં જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ શુક્રવારે કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આતંકવાદીઓના ફાયરિંગ પછી આ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા, જ્યારે ઓછામાં ઓછા બે સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા.
શુક્રવાર સાંજે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે શરૂઆતી ગોળીબાર બાદ રાત્રે ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું. ઘેરાબંધી વધુ મજબૂત બનાવવામાં આવી હતી અને વધારાના સુરક્ષા દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા. શનિવારે સવારે ફરી ગોળીબાર શરૂ થયો જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
