જાપાનમાં ભારે હીટવેવઃ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી

નવી દીલ્હીઃ જાપાનમાં મંગળવારે પૂર્વ થી પヘમિ સુધી મોટાભાગના તમામ વિસ્તારોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પણ આંબી ગયો હતો. જાપાનના હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તાપમાનમાં અચાનક વધારા થતાં હીટવેવથી બચવા માટે લોકોને ચેતાવણી આપવામાં આવી છે.
સરકાર દ્વારા પણ લોકોને ચેતાવણી આપવામાં આવી છે અને તેમને બપોરના સમયગાળા દરમિયાન બિનજરૂરી રીતે બહાર ન જવા સૂચના આપવામાં આવી છે. હીટવેવ અને હીટસ્ટ્રોકથી બચવા માટે લોકોને એસીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કુમાગયામાં તાપમાન ૪૧ ડિગ્રી સુધી જઈ શકે છે. જ્યારે ટોકયોમાં તાપમાન ૩૭ ડિગ્રી સુધી પહોંચવાની શકયતા છે.
હવામાન વિભાગ પ્રમાણે હાઈ પ્રશેર સિસ્ટમના કારણે જાપાનના તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. મૌસમ વિભાગ અસ્થિર થઈ ગયો હોવાથી ટોહોકુ અને હોકાઈડોમાં વરસાદી જાપટા પડયા હતા.(









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
