તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૮, બુધવાર
News of Tuesday, 5th August 2025
ગૃહમંત્રીએ રચ્યો ઇતિહાસઃ ૨૨૫૮ દિવસ ગૃહમંત્રી રહ્યાઃ નવો રેકોર્ડ બનાવ્યોઃ અડવાણીને પાછળ છોડી દીધા
ગૃહમંત્રી અમિત શાહ કહ્યું કે તેઓ હવે સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા

નવી દિલ્હી, તા.૫: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના નામે એક નવો રેકોર્ડ નોંધાવ્યો છે. તેઓ આ પદ પર સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા નેતા બન્યા છે. આ સાથે તેમણે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લાલકળષ્ણ અડવાણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ખાસ વાત એ છે કે તેમણે ૫ ઓગસ્ટના રોજ આ સિદ્ધિ મેળવી હતી. આ દિવસે તેમણે સંસદમાં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવાની જાહેરાત કરી હતી.
અમિત શાહ ૨ હજાર ૨૫૮ દિવસ માટે ભારતના ગૃહમંત્રી રહ્યા છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન ૩૦ મે ૨૦૧૯ ના રોજ પહેલી વાર આ પદ સંભાળ્યું હતું. આ પછી, ૨૦૨૪ માં NDA સરકારની રચના પછી પણ તેમણે આ પદ સંભાળ્યું. અડવાણી પછી, કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવિંદ વલ્લભ પંતે સૌથી લાંબો સમય આ પદ સંભાળ્યું છે.
એક તરફ, અડવાણીએ ૧૯ માર્ચ ૧૯૯૮ થી ૨૨ મે ૨૦૦૪ સુધી કુલ ૨ હજાર ૨૫૬ દિવસ ગળહમંત્રી તરીકે સેવા આપી હતી. તે જ સમયે, પંતે ૧૦ જાન્યુઆરી ૧૯૫૫ થી ૭ માર્ચ ૧૯૬૧ સુધી આ પદ સંભાળ્યું હતું. એટલે કે, તેઓ કુલ ૬ વર્ષ અને ૫૬ દિવસ ગળહમંત્રી રહ્યા હતા. ખાસ વાત એ છે કે શાહ દેશના પહેલા સહકારી મંત્રી પણ છે. અગાઉ તેઓ ગુજરાતના ગળહમંત્રી પણ રહી ચૂકયા છે.
પ્રધાનમંત્રીએ NDA સાંસદો સાથેની બેઠકમાં ગળહમંત્રી અમિત શાહની પણ પ્રશંસા કરતા કહ્યું હતું કે તેઓ હવે સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા કેન્દ્રીય ગળહમંત્રી બની ગયા છે. પીએમએ ભાષણમાં કહ્યું હતું કે ૫ ઓગસ્ટ એક ઐતિહાસિક દિવસ છે કારણ કે આ દિવસે જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ અધિકાર આપતી કલમ ૩૭૦ રદ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે NDA સરકારે ખરા અર્થમાં બંધારણનું પાલન કર્યું છે.
નોંધપાત્ર વાત એ છે કે, મંગળવારે, ભાજપના નેતળત્વ હેઠળની NDA સરકારે જૂન ૨૦૨૪ માં સરકારની રચના પછી સંસદના સત્રો દરમિયાન આ બીજી બેઠક યોજી છે.
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
