<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું ઉડ્ડયન બજાર બન્‍યું

ગયા વર્ષે ભારતમાં ૨૧ કરોડથી વધુ લોકોએ હવાઈ મુસાફરી કરી હતીઃ હવે આ બાબતમાં ભારતથી ફક્‍ત ચાર દેશો આગળ છે

નવી દિલ્‍હીઃ ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આ સાથે, દેશનું ઉડ્ડયન બજાર પણ ઝડપથી ઉભરી રહ્યું છે. ભારત હવે વિશ્વનું પાંચમું સૌથી મોટું ઉડ્ડયન બજાર બની ગયું છે. તેણે જાપાનને પાછળ છોડીને આ સિદ્ધિ હાંસલ કરી છે. તે જ સમયે, મુંબઈ-દિલ્‍હી રૂટ વિશ્વના સૌથી વ્‍યસ્‍ત હવાઈ રૂટની યાદીમાં સાતમા સ્‍થાને રહ્યો. એરલાઇન કંપનીઓના સંગઠન ઇન્‍ટરનેશનલ એર ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન (IATA) ના વર્લ્‍ડ એર ટ્રાન્‍સપોર્ટ સ્‍ટેટિસ્‍ટિક્‍સમાં આ વાત સામે આવી છે. IATA માં વિશ્વભરની લગભગ ૩૫૦ એરલાઇન કંપનીઓનો સમાવેશ થાય છે.

રિપોર્ટ મુજબ, ભારતમાં હવાઈ મુસાફરોની સંખ્‍યામાં ૨૦૨૩ ની સરખામણીમાં ૨૦૨૪ માં ૧૧.૧ ટકા નો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન, કુલ હવાઈ મુસાફરોની સંખ્‍યા ૨૧.૧ કરોડ હતી. આ સંખ્‍યા જાપાન કરતા વધુ છે જ્‍યાં ૨૦૨૪ માં ૨૦.૫ કરોડ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી. જોકે, જાપાનમાં હવાઈ મુસાફરોનો વાર્ષિક વળદ્ધિ દર ૧૮.૬ ટકા હતો. અમેરિકા વિશ્વનું સૌથી મોટું ઉડ્ડયન બજાર રહ્યું છે, જ્‍યાં ૨૦૨૪ માં ૮૭.૬ કરોડ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી. આ યાદીમાં ચીન બીજા ક્રમે છે જ્‍યાં ગયા વર્ષે ૭૪.૧ કરોડ લોકોએ હવાઈ મુસાફરી કરી હતી, જે ૨૦૨૩ ની સરખામણીમાં ૧૮.૭ ટકા વધુ છે. આ યાદીમાં, બ્રિટન (૨૬.૧ કરોડ મુસાફરો) ત્રીજા ક્રમે છે અને સ્‍પેન (૨૪.૧ કરોડ મુસાફરો) ચોથા ક્રમે છે.

IATA અનુસાર, મુંબઈ-દિલ્‍હી રૂટ ૨૦૨૪ માં વિશ્વના ૧૦ સૌથી વ્‍યસ્‍ત હવાઈ માર્ગોમાં સાતમા ક્રમે હતો. આ રૂટ પર કુલ ૫૯ લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી. એટલે કે, દેશની રાજધાની અને આર્થિક રાજધાની વચ્‍ચે દરરોજ ૧૬,૦૦૦ થી વધુ લોકો હવાઈ મુસાફરી કરતા હતા. ત્‍ખ્‍વ્‍ખ્‍ અનુસાર, એશિયા-પેસિફિક ક્ષેત્ર વિશ્વના સૌથી વ્‍યસ્‍ત હવાઈ માર્ગોની યાદીમાં પ્રભુત્‍વ ધરાવે છે. વર્ષ ૨૦૨૪ માં, દક્ષિણ કોરિયાનો જેજુ-સિઓલ રૂટ વિશ્વનો સૌથી લોકપ્રિય હવાઈ માર્ગ હતો. આ રૂટ પર કુલ ૧.૩૨ કરોડ મુસાફરોએ મુસાફરી કરી હતી. જો દૈનિક ધોરણે જોવામાં આવે તો, આ સંખ્‍યા ૩૬ હજારથી વધુ છે.

(3:11 PM IST)