News of Tuesday, 5th August 2025
કૂચ બિહાર જિલ્લામાં ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના કાફલા પર હુમલો:કારનો કાચ તૂટ્યો : ટીએમસી પર લગાવાયો આરોપ
કૂચ બિહાર જિલ્લામાંવિરોધ પ્રદર્શન દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ તેમના કાફલા પર કથિત રીતે હુમલો કર્યો હોવાનો આરોપ : ટીએમસીએ આ આરોપોને સુનિયોજિત નાટક ગણાવ્યું

પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિપક્ષી નેતા શુભેન્દુ અધિકારીના કાફલા પર કૂચ બિહાર જિલ્લામાં હુમલો કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક વિરોધ પ્રદર્શન દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ તેમના કાફલા પર કથિત રીતે હુમલો કર્યો હતો. જેના કારણે જિલ્લાના ખાગરાબારી વિસ્તારમાં તણાવ ફેલાયો હતો. જોકે, ટીએમસીએ આ આરોપોને સુનિયોજિત નાટક ગણાવ્યું છે.
હકીકતમાં, શુભેન્દુ અધિકારી ઉત્તર બંગાળ જિલ્લાની મુલાકાતે કૂચ બિહારમાં પોલીસ અધિક્ષક (એસપી) કાર્યાલયની બહાર ભાજપની રેલી અને પ્રદર્શનનું નેતૃત્વ કરવા અને એસપીને મેમોરેન્ડમ સુપરત કરવા આવ્યા હતા. જિલ્લામાં પાર્ટીના ધારાસભ્યો પર થયેલા તાજેતરના હુમલાના વિરોધમાં ભાજપના કાર્યકરોએ કૂચ બિહાર એસપી કાર્યાલયનો ઘેરાવ કરવાની યોજના બનાવી હતી. આ દરમિયાન અધિકારીને સૂત્રોચ્ચારનો સામનો કરવો પડ્યો. ખાગરાબાડી વિસ્તાર નજીક તેમને કાળા ઝંડા બતાવવામાં આવ્યા હતા.
ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર, બપોરે ૧૨:૩૫ વાગ્યે ખાગરાબારી ક્રોસિંગ પર તૃણમૂલ કોંગ્રેસના ધ્વજ અને કાળા ધ્વજ લઈને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોનું ટોળું એકત્ર થયું હતું. તે જ સમયે, અધિકારીનો કાફલો આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન, વિરોધીઓએ 'પાછા જાઓ' ના નારા લગાવ્યા અને તેમની કાર પર જૂતા ફેંક્યા. અધિકારી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી નિશીથ પ્રામાણિક જે વાહનમાં બેઠા હતા તેનો બુલેટપ્રૂફ કાચ તૂટી ગયો હતો. આ સાથે, પોલીસ વાહનની બારીના કાચ પણ તૂટી ગયા હતા.
અધિકારીને ઘોક્ષડાંગા વિસ્તાર નજીક 'ચોર પાછા જાઓ' જેવા નારાઓનો સામનો કરવો પડ્યો અને રસ્તામાં તેમને કાળા ઝંડા બતાવવામાં આવ્યા. શુભેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો કે તૃણમૂલ કોંગ્રેસે આ વિસ્તારમાં ઘૂસણખોરી કરનારા રોહિંગ્યાઓને લાવ્યા હતા અને તેમના પર હુમલો કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે તેઓએ સળિયા અને લાકડીઓ વડે તેમની મુસાફરી કરતી કાર તોડવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીએ કહ્યું કે નિષ્ફળ ગયા પછી, પથ્થરોથી માર મારીને કારનો બુલેટપ્રૂફ કાચ તોડી નાખવામાં આવ્યો હતો.
શુભેન્દુ અધિકારીએ એમ પણ કહ્યું કે બુલેટપ્રૂફ વાહનના કારણે તેઓ આજે જીવિત છે. તેમણે કહ્યું કે તેઓ કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા બદલ સંબંધિત પોલીસ અધિક્ષક (એસપી) સામે કાર્યવાહી કરશે. તેમણે કહ્યું કે 'મેં અહીં આવતા પહેલા પોલીસ અને વહીવટીતંત્રને જાણ કરવા માટે જરૂરી પગલાં લીધા હતા, કારણ કે આ કાર્યક્રમને હાઇકોર્ટની મંજૂરી મળી ગઈ છે અને મને ડર હતો કે આવું કંઈક થઈ શકે છે, હવે એસપીને પરિણામ ભોગવવા પડશે'.
તે જ સમયે, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી નિશીથ પ્રામાણિકે આરોપ લગાવ્યો કે આ હુમલો ઉત્તર બંગાળ વિકાસ વિભાગના મંત્રી ઉદયન ગુહા દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ગુહા એક સ્થાનિક ધાર્મિક સંસ્થામાં હાજર હતા અને તેમણે ટોળાને હુમલો કરવા સૂચના આપી હતી. તેમણે કહ્યું કે આ હુમલો અમારા જીવ લેવાનો પ્રયાસ હતો. પ્રામાણિકે એમ પણ કહ્યું કે 'આ સ્પષ્ટ સંકેત છે કે તૃણમૂલ કોંગ્રેસ કૂચ બિહારમાં ઝડપથી સમર્થન ગુમાવી રહી છે. તેમણે 2024ની સામાન્ય ચૂંટણી જીતવા માટે મતમાં છેડછાડ કરી હતી, પરંતુ 2026ની વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીનો સફાયો થઈ જશે
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
