News of Tuesday, 5th August 2025
ઉત્તરકાશીમાં ભટવાડી અને ગંગોત્રીની SDRF પોસ્ટની બચાવ ટીમો પહોંચી :60 થી 70 લોકોને બચાવી લેવાયા
SDRFની અન્ય ટીમો રસ્તામાં છે અને ટૂંક સમયમાં અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચશે.

ઉત્તરકાશીના ધારાલીમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનની ઘટના બાદ, રાહત અને બચાવ કાર્યમાં ભાગ લેવા માટે 90 સૈન્ય જવાનોની ટુકડી પહોંચી ગઈ છે ઉત્તરકાશીમાં ભટવાડી અને ગંગોત્રીની SDRF પોસ્ટની બચાવ ટીમો તેમના સાધનો સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. બચાવ ટીમે સેટેલાઇટ ફોન દ્વારા માહિતી આપી છે કે અત્યાર સુધીમાં આપત્તિગ્રસ્ત વિસ્તારમાંથી 60 થી 70 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. SDRFની અન્ય ટીમો રસ્તામાં છે અને ટૂંક સમયમાં અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચશે.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
