<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

મુંબઈ એરપોર્ટ પરથી 2 મુસાફરો પાસેથી ગાંજો અને સોનું ઝડપાયું : કસ્ટમ વિભાગે 6.41 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

ઓપરેશનમાં લગભગ 5.02 કિલો ગાંજા (હાઈડ્રોપોનિક વીડ) અને 1.51 કિલો સોનું જપ્ત કરાયો

મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કસ્ટમની ટીમે એરપોર્ટ પર ગાંજા અને સોનાની મોટી દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. ટીમે બે અલગ અલગ કેસમાં મોટી કાર્યવાહી પણ કરી છે અને અંદાજે રૂપિયા 6 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ સતત દાણચોરી કરતી ગેંગ સામે કાર્યવાહી કરી રહ્યું છે.

   દાણચોરીના પહેલા કેસની વાત કરીએ તો 3 અને 4 ઓગસ્ટ 2025ના રોજ ફરજ દરમિયાન, મુંબઈ કસ્ટમ્સના એરપોર્ટ કમિશનરેટે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMI એરપોર્ટ) પર દાણચોરીના બે અલગ અલગ કેસોમાં મોટો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઓપરેશનમાં લગભગ 5.02 કિલો ગાંજા (હાઈડ્રોપોનિક વીડ) અને 1.51 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જેની કુલ અંદાજિત કિંમત 6.41 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. બંને કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

(12:18 AM IST)