<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

આંખો બંધ કર, તને લોકેટ પહેરાવુઃ આવું કહી ચાકૂ વડે પતિએ ગર્ભવતી પત્‍નીનું ગળું ચીરી નાખ્‍યું, એક સાથે બે જીવ હત્‍યા

આ હચમચાવી નાખતો મામલો મેરઠના અમ્‍હેડા ગામનો છે, મૃતકાનું નામ સપના હતું, તેની ઉંમર ૨૬ વર્ષ હતી

મેરઠ,તા.૦૬: ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્‍લામાંથી એક હચમચાવી નાખતો કિસ્‍સો સામે આવ્‍યો છે. સંબંધોમાં હત્‍યાની આ ઘટનાએ સૌ કોઈને ધ્રુજાવી દીધા છે. આ મામલો એવો છે, જેણે લોકોને વિચારવા પર મજબૂર કર્યા છે કે શું આજના સમયમાં આપણા સંબંધ પહેલા જેટલા મજબૂત રહ્યા છે?

અમે વાત કરી રહ્યા છીએ મેરઠની, જ્‍યાં એક યુવકે પોતાની સાત મહિનાની ગર્ભવતી પત્‍નીની નિર્દયતાપૂર્વક હત્‍યા કરી નાખી છે. સપનાના પેટમાં ઉછરી રહેલા માસૂમના શ્વાસ આ દુનિયામાં આવે તે પહેલા જ અટકી ગયા. આ ખતરનાક હત્‍યાએ આખા ગામને હચમચાવી નાખ્‍યું છે.

બહેનની સાથે રહેતી હતી મૃતકા

આ મામલો મેરઠના ગંગાનગર પોલીસ વિસ્‍તારના અમ્‍હેડા ગામનો છે. મૃતકાનું નામ સપના હતું. તેની ઉંમર ૨૬ વર્ષ હતી. ૧૮ વર્ષ પહેલા સપનાના મા-બાપનું મોત થઈ ગયું હતું અને તે મોટી બહેન સાથે રહેતી હતી. તેમણે આ જાન્‍યુઆરીમાં તેના લગ્ન રવિશંકર નામના યુવક સાથે કર્યા હતા. પોલીસે તેને પ્રેમ પ્રસંગ અથવા શંકાનો મામલો ગણાવીને તપાસ કરી રહી છે.

પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્‍યું કે, તેણે સપનાને કહ્યું હતું કે તે તેને લોકેટ પહેરાવવા માગે છે, તેના માટે આંખો બંધ કરો. જેવી સપનાએ આંખો બંધ કરી, તેણે ચાકૂ અને બ્‍લેડ વડે ગળા પર હુમલો કરી દીધો. પોસ્‍ટમોર્ટમ રિપોર્ટમાં સ્‍પષ્ટ થયું છે કે તેના શરીર પર લગભગ ૨૦ વાર ચાકૂ અને બ્‍લેડથી હુમલો કર્યો છે.

ચોંકાવનારી વાત એ છે કે સપનાની હત્‍યા બાદ રવિશંકરે ખુદ પોલીસને ફોન કર્યો અને કહ્યું કે, ડેડ બોડી ઘરમાં પડી છે. આવીને ઉઠાવીને લઈ જાવ. પોલીસને ઘટનાસ્‍થળેથી સપનાની લોહીથી લથબથ લાશ મળી. ઘરનો નજારો જોઈ ભલભલા ડરી જાય. તાત્‍કાલિક સપનાને હોસ્‍પિટલે લઈ ગયા, જ્‍યાં ડોક્‍ટરે તેને મૃત જાહેર કરી.

તપાસમાં એવું પણ સામે આવ્‍યું કે, આરોપી રવિશંકરે પોતાની પત્‍નીને ફોન કરી ઘરે આવવા કહ્યું હતું. ત્‍યાર બાદ સવારે સાડા ૧૧ વાગ્‍યે તે ખુદ તેને ઘરે આવી ગયો. આ દરમ્‍યાન મુન્ના મૃતક સપનાનો બનેવી કામ પર ગયો હતો અને તેના બાળકો સ્‍કૂલે ગયા હતા. જ્‍યારે પત્‍ની મમતા ઘરની બહાર કામ કરી રહી હતી.

મેરઠના એસપી દેહાત રાકેશ કુમારે જણાવ્‍યું કે, આરોપી રવિશંકરની ઘટનાસ્‍થળેથી ધરપકડ કરી છે. તેની સાથે કડકાઈથી પૂછપરછ થઈ રહી છે. પરિવારના આવેદન પર ફરિયાદ નોંધતા આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

(9:42 AM IST)