<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

બોયફ્રેન્‍ડને બચાવવા મહિલાએ કર્યું બળાત્‍કારનું નાટક

મુંબઈમાં, ૩૦ વર્ષીય મહિલા મુસાફરે ચાલતી ટ્રેનમાં જાતીય સતામણીનો આરોપ લગાવ્‍યો'તો : રેલવે પોલીસની તપાસમાં સામે આવ્‍યું કે ફરિયાદ ખોટી હતીઃ મહિલા તેના પ્રેમી સાથે શારીરિક સંબંધો બનાવી રહી હતી

 

 

મુંબઈ તા.૬: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં, ૩૦ વર્ષીય મહિલા મુસાફરે ચાલતી ટ્રેનમાં જાતીય સતામણીનો આરોપ લગાવ્‍યો હતો. જોકે, રેલવે પોલીસની તપાસમાં સામે આવ્‍યું કે ફરિયાદ ખોટી હતી. મહિલા તેના પ્રેમી સાથે શારીરિક સંબંધો બનાવી રહી હતી. આ દરમિયાન તેના ગુપ્તાંગમાં ઈજા થઈ હતી. આ વાત છુપાવવા માટે તેણે બળાત્‍કારનો ખોટો આરોપ લગાવ્‍યો હતો. રેલવે પોલીસ હવે આ કેસ બંધ કરવા જઈ રહી છે.

૩૦ વર્ષીય મહિલાએ હોસ્‍પિટલ પ્રશાસનને જણાવ્‍યું હતું કે ચાલતી ટ્રેનમાં તેનું જાતીય શોષણ થયું હતું. આ કારણે, રેલવે પોલીસે એફઆઇઆર નોંધી હતી. પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્‍યું કે મહિલાએ આપેલી માહિતી ખોટી હતી.

૧૩ જુલાઈના રોજ, એક સરકારી હોસ્‍પિટલે દાદર રેલવે પોલીસને જાણ કરી કે એક મહિલાના ગુપ્તાંગમાં ઈજા થઈ છે. પોલીસે જ્‍યારે મહિલાની પૂછપરછ કરી ત્‍યારે તેણે જણાવ્‍યું કે તે ગોરખપુર એક્‍સપ્રેસ દ્વારા પ્રયાગરાજથી મુંબઈ આવી રહી છે. તે જનરલ કોચમાં મુસાફરી કરી રહી હતી. જ્‍યારે તે ટ્રેનમાં શૌચાલય જઈ રહી હતી, ત્‍યારે એક અજાણ્‍યો વ્‍યક્‍તિ અંદર ઘૂસી ગયો. તેણે દરવાજો બંધ કરી દીધો અને તેના પર જાતીય હુમલો કર્યો.

મહિલાએ પોલીસને કહ્યું કે તે ઔપચારિક ફરિયાદ નોંધાવવા માગતી નથી કારણ કે તેનાથી તેની બદનામી થશે. પરંતુ પોલીસે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેમણે એક એનજીઓના સભ્‍યોને બોલાવીને તેને સમજાવી. અંતે, જ્‍યારે મહિલાએ ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યો, ત્‍યારે પોલીસે પોતે એફઆઇઆર નોંધી.

પોલીસ ટીમે અનેક સ્‍ટેશનોના સીસીટીવી ફૂટેજ સ્‍કેન કર્યા. તેમણે મહિલાએ ઉલ્‍લેખ કરેલા સ્‍થળોની મુલાકાત લીધી. તપાસમાં જાણવા મળ્‍યું કે તે તેના બોયફ્રેન્‍ડ સાથે મુંબઈ આવી હતી. ૧૨ જુલાઈના રોજ, તે એક ગેસ્‍ટ હાઉસમાં રોકાયા. ત્‍યાં, બંને વચ્‍ચે શારીરિક સંબંધો બંધાયા. પરિણામે, તેને ગુપ્ત ભાગોમાં ઈજા થઈ અને તેને હોસ્‍પિટલમાં દાખલ કરવી પડી. પોલીસે જણાવ્‍યું કે મહિલાએ તેના બોયફ્રેન્‍ડની ઓળખ છુપાવવા માટે સત્‍ય જાહેર કર્યું ન હતું. સારવાર પછી, તે તેના ગામ પરત ફરી.

પોલીસે જણાવ્‍યું હતું કે મહિલાએ તેના પ્રેમીને બચાવવા માટે ખોટી ફરિયાદ નોંધાવી હતી. (૩૮.૧૦)

(9:46 AM IST)