News of Wednesday, 6th August 2025
મૃતકના બેન્કમાં ૧૦,૦૧,૩૫,૬૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૧, ૦૦,૨૩,૫૬,૦૦,૦૦,૦૦,૦૦,૨૯૯ રૂપિયા?
૧૯ વર્ષીય યુવકને તેની મૃત માતાના કોટક મહિન્દ્રા બેન્ક ખાતામાં અચાનક ૧.૧૩ લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ હોવાની જાણ થતાં તે ચોંકી ગયો હતો. આ અકાઉન્ટ તાત્કાલિક ફ્રીઝ કરી દેવામાં આવ્યું: બાબતની તપાસ માટે આવકવેરા વિભાગને જાણ

મુંબઇ તા.૬: ભારતમાં ઓનલાઇન પેમેન્ટ કરતાં અનેક વખત સર્વરમાં ગરબડ થતાં મોટી મુસીબત થાય છે, અને ગ્રાહકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. તાજેતરમાં એવી જ એક ઘટના બની છે, જેમાં એક યુવકના બેન્ક ખાતામાં ગણી ન શકાય તેટલા પૈસા જમા થઈ ગયા હતા. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા જગાવી છે
એક ૧૯ વર્ષીય યુવકને તેની મૃત માતાના કોટક મહિન્દ્રા બેન્ક ખાતામાં અચાનક ૧.૧૩ લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ હોવાની જાણ થતાં તે ચોંકી ગયો હતો. આ અકાઉન્ટ તાત્કાલિક ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું અને આ બાબતની તપાસ માટે આવકવેરા વિભાગને જાણ કરવામાં આવી હતી. આ ચોંકાવનારી ઘટના ગ્રેટે નોઈડા સ્થિત દનકૌરમાં બની હતી, જ્યાં યુવકને જાણવા મળ્યું કે ખાતામાં ૧૦,૦૧,૩૫,૬૦,૦૦, ૦૦,૦૦ ,૦૦, ૦૦,૦૧,૦૦,૨૩,૫૬,૦૦, ૦૦,૦૦, ૦૦,૦૦,૨૯૯ રૂપિયા જમા થયા છે
સોશિયલ મીડિતા પર વાયરલ થતાં દાવા મુજબ, યુવકની ઓળખ દીપક ઉર્ફે દીપુ તરીકે થઈ છે જેણે બે મહિના પહેલા તેની માતા ગાયત્રી દેવીને ગુમાવી દીધી હતી. તેમના અવસાન છતાં, દીકરો તેમનું બેન્ક ખાતું ચલાવી રહ્યો છે. રવિવાર ૦૩ ઑગસ્ટ રાત્રે, દીપુને એક મેસેજ મળ્યો જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે તેમના ખાતામાં ૧૦,૦૧,૩૫, ૬૦, ૦૦, ૦૦, ૦૦, ૦૦,૦૦,૦૧, ૦૦,૨૩,૫૬,૦૦,૦૦,૦૦,૦૦,૨૯૯ આટલા રૂપિયા (અંદાજે રૂ. ૧.૧૩ લાખ કરોડ) કરતાં વધુ રકમ જમા થઈ ગઈ છે. તે અપડેટથી ચોંકી ગયેલા અને આ સંદેશ તેના મિત્રો સાથે શેર કર્યો અને તેમને રકમમાં શૂન્ય ગણતરી કરવાનું પણ કહ્યું. દીપકે બીજા દિવસે સવારે પુષ્ટિ કરવા માટે બેન્કની મુલાકાત લીધી, બેન્ક અધિકારીઓએ ખાતું તપાસ્યું અને તેમને જાણ કરી કે અસામાન્ય રીતે મોટા વ્યવહારને કારણે તે ફ્રીઝ થઈ ગયું છે. બેન્ક દ્વારા આવકવેરા વિભાગને ચેતવણી આવપમાં આવી અને પછી આ બાબતની વિગતવાર તપાસ હવે ચાલી રહી છે.
આ સમાચાર વાયરલ થતાં, ૧૯ વર્ષીય યુવકને સંબંધીઓ, પડોશીઓ અને પરિચિતો તરફથી સતત ફોન કોલ્સ આવવા લાગ્યા. ગભરાઈને તેણે પોતાનો ફોન બંધ કરી દીધો.
આવકવેરા વિભાગે તેની મૃત માતાના ખાતામાં આટલી મોટી રકમ કેવી રીતે જમા થઈ તે નક્કી કરવા માટે તપાસ શરૂ કરી છે. તે સ્પષ્ટ નથી કે આ ઘટના બેન્કિંગ ભૂલ, તકનીકી ખામી હતી કે મની લોન્ડરિગનો કરવા માટે થઈ હોય કે બની હોઈ શકે છે. આઇટી અધિકારીઓએ જણાવ્યું છે કે વ્યવહારની વિગતવાર તપાસ પછી જ ભંડોળનો ચોક્કસ સોર્સ જાણી શકાશે.(૩૩૮.૮)
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
