ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
હવે તે મારા કાકા નહીં, મારા પતિ છે, પ્રેમમાં અંધ ભત્રીજીએ સંબંધોની મર્યાદા ઓળંગી

નવી દિલ્હી તા.૬: થોડા દિવસ પહેલા જ આધેડ વયની મહિલા કે જેને ત્રણ સંતાનો છે, તેમ છતાં પણ તેણે તેની દિકરીની ઉંમરના યુવક સાથે ભાગીને લગ્ન કરી લીધીના સમાચાર આવ્યા હતા. જે બાદ કાકા- ભત્રીજીના સંબંધોને લજવતો કિસ્સો સામે આવ્યો છે. મળતી વિગત પ્રમાણે મધ્યપ્રદેશમાંથી કાકા- ભત્રીજીને પ્રેમ થતાં બંને જણ દિલ્હીની કોર્ટમાં લગ્ન કરી લીધા. પરિવાર શોધખોળ કરીને દિકરી જબરજસ્તીથી ઘરે પરત લાવ્યા બાદ ભત્રીજીએ કેસ કર્યો. પોલીસે આ કેસમાં ચારથી પાંચ લોકો સામે કેસ નોંધ્યો છે અને તપાસ ચાલુ છે.
મળતી માહિતી પ્રમાણે આશરે દોઢ મહિના પહેલા યુવતી તેના કાકા સાથે ઘરેથી ભાગી ગઈ હતી. બંને દિલ્હી ગયા હતા અને કોર્ટમાં લગ્ન કરી લીધા હતા અને નોકરીની શોધમાં લગભગ ૨૦ દિવસ પછી મધ્યપ્રદેશના હરદા ખાતે પરત ફર્યા હતા. માહિતી પ્રમાણે યુવક યુવતી દૂરના કાકા-ભત્રીજીના સંબંધ ધરાવે છે.
હરદા પરત ફર્યાના લગભગ આઠ દિવસ પછી યુવતીના પરિવારને તેમની માહિતી મળતા જ પરિવાર તે જ જગ્યાએ પહોંચ્યો હતો જ્યાં તેઓ બંને રહેતા હતા. પરિવારે યુવતીને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે પોતાના નિર્ણય પર અડગ રહી. યુવતીએ સ્પષ્ટ કહ્યું, હવે તે મારા કાકા નથી, તે મારા પતિ છે. હું માત્ર તેની સાથે રહેવા માંગુ છું.
જ્યારે છોકરી સંમત ન થઈ, ત્યારે પરિવારના સભ્યોએ કથિત રીતે તેનુ અને તેના પતિને બળજબરીથી કારમાં બેસાડીને ત્યાંથી લઈ ગયા. લગભગ પાંચ કલાક પછી બંનેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. છોકરીએ પોલીસ સ્ટેશનમાં કહ્યું કે, આ લોકો મને બળજબરીપૂર્વક ત્યાથી લઈ આવ્યા છે અને હું મારા પતિ સાથે રહેવા માંગુ છું. પોલીસે આ કેસમાં સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરી અને ચારથી પાંચ લોકો સામે અપહરણનો કેસ નોંધ્યો.(૩૮.૩)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
