હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘ડેડ ઇકોનોમી' ગણાવનાર ટ્રમ્પની રિયલ એસ્ટેટ કંપની ભારતમાંથી કરોડોની કમાણી કરી રહી છે
ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી કંપનીનો ધંધો ૩ ગણો વધી ગયો : મુંબઇ - પૂણે - કોલકત્તા - ગુરૂગ્રામમાં ટ્રમ્પની કંપનીએ ૭ પ્રોજેકટમાં ૧૭૫ કરોડની કમાણી કરી

નવી દિલ્હી, તા.૬: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને ઁમળત અર્થતંત્રઁ કહે છે. ટ્રમ્પ રશિયા અને ચીન સાથે ભારતના વ્યવસાયથી ખૂબ ગુસ્સે છે પરંતુ ભારત તેમના પરિવારની કંપની ધ ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન માટે અમેરિકાની બહાર સૌથી મોટું બજાર બની ગયું છે. ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન ભારતના રિયલ એસ્ટેટ માર્કેટમાં સતત પોતાનો વ્યવસાય વધારી રહ્યું છે. ટ્રમ્પ પહેલીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી, ભારતમાં તેમની કંપનીનો રિયલ એસ્ટેટ વ્યવસાય ત્રણ ગણો વધ્યો છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસે રેકોર્ડ્સ ટાંકીને લખ્યું છે કે ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન ભારતમાં ઘણા મોટા બિલ્ડરો સાથે ભાગીદારી કરી છે અને મુંબઈ, પુણે, કોલકાતા અને ગુરુગ્રામમાં ૭ પ્રોજેક્ટ્સમાંથી રૂ. ૧૭૫ કરોડ કમાયા છે.
એ નોંધવું મહત્વપૂર્ણ છે કે ટ્રમ્પ સતત ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપી રહ્યા છે, પરંતુ તેમની કંપની પણ ભારતમાં સતત પોતાનો વ્યવસાય વધારી રહી છે. ૫ નવેમ્બર ૨૦૨૪ ના રોજ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી, તેમની કંપનીએ તેના ભારતીય ભાગીદાર ટ્રિબેકા ડેવલપર્સ સાથે મળીને ગુરુગ્રામ, પુણે, હૈદરાબાદ, મુંબઈ, નોઈડા અને બેંગલુરુમાં ૬ નવા પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. આ કુલ કામ ૮૦ લાખ ચોરસ ફૂટ જમીન પર કરવામાં આવશે. આમાંથી ૩ પ્રોજેક્ટ પ્ર પુણે, ગુરુગ્રામ અને હૈદરાબાદ પ્ર આ વર્ષે શરૂ થઈ ચૂકયા છે. આ પ્રોજેક્ટ્સ હેઠળ, ૪.૩ મિલિયન ચોરસ ફૂટ પર કામ ચાલી રહ્યું છે.
ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન દ્વારા હજુ સુધી ભારતમાં રિયલ એસ્ટેટ વ્યવસાયમાંથી કેટલી કમાણી થઈ છે તે જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ નિષ્ણાતો કહે છે કે બિલ્ડરો સાથે ભાગીદારી કર્યા પછી, ટ્રમ્પ એન્ટરપ્રાઇઝને વિશ્વની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થામાં પોતાનો પગપેસારો કરવાની તક મળી છે અને તેની આવક પણ વધી છે.
૨૦૧૨ માં, ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન દ્વારા ભારતમાં પ્રથમ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી અને આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થાય ત્યાં સુધીમાં, ટ્રમ્પનો ભારતમાં કુલ રિયલ એસ્ટેટ વ્યવસાય ૩ મિલિયનથી વધીને ૧.૧૧ મિલિયન ચોરસ ફૂટ થશે. ટ્રિબેકા ડેવલપર્સ કહે છે કે આ પ્રોજેક્ટ્સ ઓછામાં ઓછા ૧૫,૦૦૦ કરોડ રૂપિયામાં વેચી શકાય છે. ટ્રિબેકા ડેવલપર્સ કલ્પેશ મહેતાના નેતળત્વ હેઠળની કંપની છે અને ભારતમાં ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનની સત્તાવાર ભાગીદાર છે. કંપની પૈસાનું રોકાણ કરતી નથી
એક રસપ્રદ વાત એ છે કે ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન બાંધકામના કામમાં સીધા પૈસાનું રોકાણ કરતું નથી. તે ફક્ત તેનું બ્રાન્ડ નામ આપે છે અને બદલામાં તે લાઇસન્સ ફી અથવા વિકાસ ફી લે છે અથવા પ્રોજેક્ટ્સના કુલ વેચાણનો ૩ થી ૫્રુ હિસ્સો લે છે. આવી મિલકતો વૈભવી વિકાસ છે અને કારણ કે ટ્રમ્પનું નામ તેની સાથે જોડાયેલું છે, આ મિલકતોની કિંમત ખૂબ ઊંચી છે.
ભારતમાં આ પ્રોજેક્ટ્સ પર કામ કરનારાઓમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL), લોધા ગ્રુપ, M3M ગ્રુપ, પંચશીલ રિયલ્ટી, IRA ઇન્ફ્રા અને યુનિમાર્ક જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે.
ઇન્ડિયન એક્સપ્રેસે આ અહેવાલ માટે રિલાયન્સ ગ્રુપ, ટ્રિબેકા ડેવલપર્સ, M3M ગ્રુપ, યુનિમાર્ક ગ્રુપ અને પંચશીલ ગ્રુપ તેમજ ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનનો સંપર્ક કર્યો હતો પરંતુ તેઓએ કોઈ જવાબ આપ્યો ન હતો. લોધા ગ્રુપે કહ્યું હતું કે તે હાલમાં ટ્રમ્પ-બ્રાન્ડેડ કોઈપણ પ્રોજેક્ટનું આયોજન કરી રહ્યું નથી.
ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી. તેના ઉપપ્રમુખો તેમના પુત્રો ડોનાલ્ડ જે. ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પ છે. ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૧૭ સુધી તેના પ્રમુખ અને સીઈઓ હતા, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પછી તેમણે તેના સંચાલનમાંથી રાજીનામું આપ્યું.
તેમની પાસે ટ્રસ્ટ દ્વારા ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનની બહુમતી માલિકી છે અને ૨૦૨૧ થી તે તેના ચેરમેન છે. ૧૪ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ બીજી વખત યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બન્યા પછી ભારતમાં ચાર કંપનીઓ શરૂ થઈ છે. આ કંપનીઓમાં ડીટી માર્ક્સ નોઇડા ૯૪ એલએલસી, ડીટી માર્ક્સ ગુડગાંવ ૧૧૧ એલએલસી, ડીટી માર્ક્સ ગુડગાંવ ૬૯ એલએલસી અને ડીટી માર્ક્સ પુણે મુંધવા એલએલસીનો સમાવેશ થાય છે.(૨૩.૯)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
