News of Wednesday, 6th August 2025
ઉત્તરાખંડના ધરાલીમાં સર્જાયેલી કુદરતી આફતને પગલે પુષ્કરસિંહ ધામી દ્વારા રેસ્ક્યૂ ઑપરેશનનું મોનિટરિંગ
ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી અને રેસ્ક્યૂ કામગીરીની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી: ઘટનાસ્થળે સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉત્તરકાશી તરફ રવાના

ઉત્તરાખંડના ધરાલીમાં સર્જાયેલી કુદરતી આફતને પગલે રાજ્યના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સતત રાહત અને રેસ્ક્યૂ ઓપરેશનનું મોનિટરિંગ કરી રહ્યા છે. આ સંદર્ભે તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને રેસ્ક્યૂ કામગીરીની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપતાં કહ્યું કે આફતને કારણે ફોન, ઈન્ટરનેટ અને ટાવરો સહિત વીજળી અને સંચાર વ્યવસ્થાને ભારે નુકસાન થયું છે, જેની પુનઃસ્થાપના ઝડપથી થવી જોઈએ. CM ધામી ઘટનાસ્થળે સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉત્તરકાશી તરફ રવાના થયા છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
