News of Wednesday, 6th August 2025
રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં મોટી રાહત :અમિતભાઇ શાહ પર વિવાદાસ્પદ ટિપ્પણી મામલે કોર્ટે આપ્યા જામીન
તેમણે ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ પર વિવાદાસ્પદ ટિપ્પણી મામલે પ્રતાપ કટિહારે ચૈબાસા સીજેએમ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને બુધવારે માનહાનિના કેસમાં જામીન મળ્યા છે. ઝારખંડના ચૈબાસામાં સાંસદ-ધારાસભ્ય કોર્ટે તેમને જામીન આપ્યા છે. આ કેસ ભાજપ નેતા પ્રતાપ કટિહાર દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસ સાથે સંબંધિત છે. આ સમગ્ર વિવાદ 28 માર્ચ 2018ના રોજ કોંગ્રેસના અધિવેશનમાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા એક નિવેદનથી શરૂ થયો હતો, જેમાં તેમણે ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ અંગે પ્રતાપ કટિહારે 9 જુલાઈ 2018 ના રોજ ચૈબાસા સીજેએમ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
આ કેસમાં ઘણી વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા ન હતા. આખરે, 26 જૂનના રોજ કોર્ટે તેમના હાજર રહેવા માટે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું. રાહુલ ગાંધીએ આની વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી.
આ કેસ પહેલા ચાઇબાસા સીજેએમ કોર્ટથી રાંચી એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં જ્યારે ચાઇબાસામાં એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટની સ્થાપના કરવામાં આવી, ત્યારે કેસ પાછો ચાઇબાસામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
