News of Wednesday, 6th August 2025
સરકારી જમીનોમાં ગેરકાયદેસર ઉભેલા ૧૦૦થી વધુ મંદિરોને નોટીસ
શહેર અને તાલુકામાં આવેલા મંદિરો પાસે કોઇ આધાર પુરાવા હોય તો રજુ કરવા અથવા તો મંદિરની જગ્યા રેગ્યુલાઇઝ કરવા ઇચ્છે તો તે અંગે કાર્યવાહી કરવા નોટીસો અપાઇ છે : પશ્ચિમ વિભાગના મામલતદાર જોષી : સરકારી અને યુએલસીની જગ્યામાં આવેલ ધાર્મિક સ્થળમાં હાલ તુર્ત કોઇ ડીમોલેશન નહિ થાય, રેગ્યુલાઇઝ કરવા માટેની કાર્યવાહી છે

રાજકોટ, તા., ૬ : શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી સરકારી જમીન અથવા તો યુએલસીની જમીનમાં ગેરકાયદેસર રીતે ખડકાયેલ મંદીરોને મામલતદાર તંત્ર દ્વારા નોટીસો અપાઇ છે. રાજકોટ શહેરમાં સરકારી અને યુએલસીની જગ્યામાં ૧૦૦ થી વધુ મંદીરો હોવાનું અને તમામ મંદીરના સંચાલકોને નોટીસો ઇસ્યુ કરાઇ રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલ સરકારી અને યુએલસીની જગ્યામાં ગેરકાયદેસર રીતે આવેલ મંદીરોને નોટીસો અપાઇ રહી છે. આ અંગે પヘમિ વિભાગના મામલતદાર જોષીનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના પヘમિ વિભાગના વિસ્તારમાં સરકારી અને યુએલસીની જગ્યામાં ૧૨ થી ૧૪ મંદીરો છે. આ મંદીરના સંચાલકોને નોટીસો અપાઇ છે. મંદીરના સંચાલકો પાસે જયાં મંદીર ઉભું છે તે જમીનના માલીકીના કોઇ આધાર પુરાવા હોય તો તે રજુ કરવા અને જો મંદીર સરકારી કે યુએલસીની જગ્યામાં હોય તો તે રેગ્યુલાઇઝ કરવા અંગેની સંચાલકો કાર્યવાહી કરી શકશે. સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ રાજય સરકારની સુચનાથી આ કાર્યવાહી કરાઇ રહી છે. હાલ તુર્ત કોઇ પણ ધાર્મિક જગ્યામાં ડીમોલીશન થશે નહી. પરંતુ ધાર્મિક સ્થળ સરકારી જમીન અથવા યુએલસીની જગ્યામાં હોય તો તે રેગ્યુલાઇઝ કરવા અંગેની કાર્યવાહી કરાશે.
દરમિયાન જાણકાર સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરના પヘમિ, દક્ષિણ, પુર્વ અને તાલુકા વિસ્તારમાં સરકારી અને યુએલસીની જગ્યામાં ૧૦૦ થી વધુ મંદીરો છે. આ તમામ મંદીરના સંચાલકોને સંબંધીત તંત્ર દ્વારા નોટીસો અપાઇ છે. (૪.૨૨)
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
