<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

જ્‍યારે દેશમાં કોઈ મજબૂત વડાપ્રધાન સત્તામાં આવે ત્‍યારે ન્‍યાયતંત્ર પર દબાણ વધે છે : દુષ્‍યંત દવે

* ન્‍યાયતંત્ર પ્રત્‍યે અસંતોષ કે બીજું કંઈક? સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ દુષ્‍યંત દવેએ પોતાનો વ્‍યવસાય છોડવાનું શું કારણ આપ્‍યું? : છેલ્‍લા ૨૦-૩૦ વર્ષથી, હું જોઈ રહ્યો છું કે ભારતમાં ન્‍યાયતંત્રની સ્‍થિતિ ધીમે ધીમે બગડી રહી છે. જ્‍યારે મેં ૧૯૭૮ માં કાયદાની પ્રેક્‍ટિસ શરૂ કરી ત્‍યારે ન્‍યાયતંત્ર ખૂબ જ સ્‍વતંત્ર હતું. આ વાતાવરણ ધીમે ધીમે બગડતું ગયું. : આજે ભારતમાં ૫ કરોડથી વધુ કેસ પેન્‍ડિંગ છે. હાલની ગતિએ, તેમને સંપૂર્ણ રીતે સાંભળવામાં ૫૦ થી ૧૦૦ વર્ષ લાગી શકે છે. : એવું નથી કે ન્‍યાયતંત્ર બિલકુલ સારી રીતે કામ કરી રહ્યું નથી. જ્‍યાં મામલો બે નાગરિકો વચ્‍ચેનો હોય ત્‍યાં ન્‍યાયતંત્ર યોગ્‍ય કામ કરી રહ્યું છે. : જ્‍યાં સુધી તમે કોઈ પ્રકારનું બલિદાન આપવા તૈયાર ન હોવ ત્‍યાં સુધી તમે દેશ માટે કામ કરી શકતા નથી.

‘હજુ પણ કેટલાક ખૂબ સારા ન્‍યાયાધીશો છે. પરંતુ આવા ન્‍યાયાધીશોની સંખ્‍યા ખૂબ ઓછી છે. આવા વાતાવરણમાં ૪૮ વર્ષ પછી પણ કાયદાની પ્રેક્‍ટિસ ચાલુ રાખવાનો કોઈ આનંદ નહોતો.' આ શબ્‍દો સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ દુષ્‍યંત દવેના છે. સામાન્‍ય રીતે વકીલો નિવૃત્ત થતા નથી, તો પછી તેમણે આ નિર્ણય કેમ લીધો? થોડા દિવસો પહેલાની વાત છે. તેમના ૭૦મા જન્‍મદિવસની ઉજવણી કર્યા પછી, દુષ્‍યંત દવેએ તેમની કાયદાની પ્રેક્‍ટિસ છોડવાની જાહેરાત કરી. બીબીસી હિન્‍દીના સંવાદદાતા ઉમંગ પોદ્દારે સાથેનો ઇન્‍ટરવ્‍યુ તાજેતરમાં પ્રસિધ્‍ધ થયો હતો. પ્રશ્નોમાં કારકિર્દી અને ન્‍યાયતંત્રને લગતા ઘણા મુદ્દાઓનો સમાવેશ થતો હતો.

દુષ્‍યંત દવે ભારતના સૌથી મોટા વકીલોમાંના એક રહ્યા છે. તેમણે ઘણા મોટા કેસોમાં દલીલો કરી છે. આમાં ૨ઘ સ્‍પેક્‍ટ્રમ કૌભાંડ, વ્‍યાપમ કૌભાંડ અને કલમ ૩૭૦ દૂર કરવા સામેની અરજીઓનો સમાવેશ થાય છે. તેઓ ત્રણ વખત સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્‍યા છે. તેઓ સરકાર અને ન્‍યાયતંત્રના કાર્યપ્રણાલીના સૌથી પ્રખ્‍યાત ટીકાકારોમાંના એક પણ રહ્યા છે. કાયદાની પ્રેક્‍ટિસ છોડવાના નિર્ણય અંગે તેમણે કહ્યું કે આના ઘણા કારણો છે. તેમના ઘણા શોખ છે. તે તેમના માટે વધુ સમય ફાળવવા માંગે છે. જેમ કે સંગીત સાંભળવું, પુસ્‍તકો વાંચવું, ગોલ્‍ફ રમવું અને પરિવાર સાથે સમય વિતાવવો.

જ્‍યારે તેમને પૂછ્‍યું કે તેઓ કેમ માને છે કે ન્‍યાયતંત્રની સ્‍વતંત્રતા ઓછી થઈ ગઈ છે? ત્‍યારે દુષ્‍યંત દવેએ કહ્યું, ‘આના ઘણા કારણો છે.'  ભારતીય અદાલતોમાં પેન્‍ડિંગ કેસોની સંખ્‍યા ખૂબ વધારે છે. આજે ભારતમાં ૫ કરોડથી વધુ કેસ પેન્‍ડિંગ છે. હાલની ગતિએ, તેમને સંપૂર્ણ રીતે સાંભળવામાં ૫૦ થી ૧૦૦ વર્ષ લાગી શકે છે. આપણે સારા ન્‍યાયાધીશોની નિમણૂક કરી શકતા નથી, જેના કારણે ન્‍યાયતંત્રની ક્ષમતા ઘટી ગઈ છે.

તેમણે ન્‍યાયતંત્રની ઘટતી સ્‍વતંત્રતાના બે ઉદાહરણો આપ્‍યા. તેઓ કહે છે કે એક તરફ, અદાલતો સરકાર વિરુદ્ધ ઓછા ચુકાદા આપી રહી છે અને બીજી તરફ વર્ષોથી જેલમાં રહેલા લોકોને જામીન મેળવવામાં પણ મુશ્‍કેલી પડી રહી છે. આપણે ઇન્‍દિરા ગાંધીના સમયમાં પણ આ જોયું છે. જ્‍યારે પણ દેશમાં કોઈ મજબૂત વડાપ્રધાન સત્તામાં આવે છે ત્‍યારે ન્‍યાયતંત્ર પર દબાણ વધે છે. તાજેતરના ઘણા મુખ્‍ય ન્‍યાયાધીશોના કાર્યકાળ દરમિયાન સરકાર સુપ્રીમ કોર્ટમાં કેસ જીતતી રહી. આ સાથે, તેમણે એવા ઘણા કેસોનો પણ ઉલ્‍લેખ કર્યો જેના નિર્ણયોથી તેઓ નિરાશ થયા. ઉદાહરણ તરીકે બાબરી મસ્‍જિદ-રામ જન્‍મભૂમિ કેસ, રાફેલ ફાઇટર પ્‍લેનની ખરીદી, એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટની સત્તાઓનો કેસ અને કેટલાક અન્‍ય કેસ.

જ્‍યારે દુષ્‍યંત દવેને પૂછાયું કે ન્‍યાયાધીશો કહે છે કે તેમના પર કોઈ દબાણ નથી. ન્‍યાયાધીશો સામાન્‍ય રીતે કહે છે કે તેમની ટીકા ફક્‍ત એટલા માટે ન થવી જોઈએ કારણ કે તેઓ સરકાર વિરુદ્ધ નિર્ણયો આપી રહ્યા નથી.  દુષ્‍યંત દવેએ જણાવ્‍યું કે તેમના મતે એવા ઘણા કેસ હતા જેમાં સ્‍પષ્ટ હતું કે કોર્ટનો નિર્ણય સરકારની વિરુદ્ધમાં આવવો જોઈતો હતો. આવું થયું નહીં. આવા કિસ્‍સાઓમાં તેમણે દિલ્‍હી રમખાણો અને ભીમા કોરેગાંવ હિસા સંબંધિત કેસોનો પણ ઉલ્‍લેખ કર્યો. આ કેસોમાં ઘણા આરોપીઓ વર્ષોથી જેલમાં છે અને ટ્રાયલ શરૂ પણ થઈ નથી. જો આવા કેસો સ્‍વતંત્ર ન્‍યાયતંત્ર સમક્ષ આવ્‍યા હોત તો તેમને છોડી દેવામાં આવ્‍યા હોત.

જજ બ્રિજગોપાલ લોયા મહારાષ્ટ્રના જજ હતા. તેમનું ૨૦૧૪ માં અવસાન થયું. તે સમયે તેઓ અમિત શાહ વિરુદ્ધ કેસની સુનાવણી કરી રહ્યા હતા. દુષ્‍યંત દવેએ જજ લોયાના મૃત્‍યુ સંબંધિત અરજીમાં દલીલ કરી હતી. આ અરજીમાં સુપ્રીમ કોર્ટને જજ લોયાના મૃત્‍યુની સ્‍વતંત્ર તપાસ કરાવવાની માંગ કરવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આની મંજૂરી આપી ન હતી. દુષ્‍યંત દવેના મતે, ‘આ કેસ આપણા લોકશાહીના તાજેતરના ઇતિહાસમાં સૌથી દુઃખદ ઘટનાઓમાંનો એક હતો.' એવું નથી કે ન્‍યાયતંત્ર બિલકુલ સારી રીતે કામ કરી રહ્યું નથી. જ્‍યાં મામલો બે નાગરિકો વચ્‍ચેનો હોય ત્‍યાં ન્‍યાયતંત્ર યોગ્‍ય કામ કરી રહ્યું છે. પરંતુ લોકોનો સૌથી મોટો મુદ્દો સરકારો સાથે રહે છે. તેમણે કહ્યું, ‘જો ન્‍યાયતંત્ર તે કેસોમાં પોતાની સ્‍વતંત્રતા દર્શાવી શકતું નથી તો એવું કહેવું યોગ્‍ય નહીં રહે કે તે સારું કામ કરી રહી છે.'

વરિષ્‍ઠ વકિલ દુષ્‍યંત દવે ઘણા ઘણા લાંબા સમયથી કોર્ટની ટીકા કરી રહ્યા છે. શું આનાથી તેમની પ્રેક્‍ટિસ કે આવક પર કોઈ અસર પડી છે? તેમણે આ પ્રશ્નનો ખુલ્‍લેઆમ જવાબ આપ્‍યો નહીં. તેમણે કહ્યું, ‘આ બધામાં જવાની જરૂર નથી. મેં મારી પ્રેક્‍ટિસ ૨૫૦ રૂપિયાથી શરૂ કરી હતી અને તે પછી ભગવાને મને ઘણું બધું આપ્‍યું છે. હું ૨૦ વર્ષ સુધી ગુજરાતમાં સૌથી વધુ ટેક્‍સ ભરનાર વ્‍યાવસાયિક હતો.' જોકે, તેમણે ઉમેર્યું, ‘જ્‍યાં સુધી તમે કોઈ પ્રકારનું બલિદાન આપવા તૈયાર ન હોવ ત્‍યાં સુધી તમે દેશ માટે કામ કરી શકતા નથી.'

પોતાના દાયકાઓના વકીલાતના અનુભવો વર્ણવતા તેમણે કહ્યું, ‘એવું નથી કે મેં પૈસા મળ્‍યા પછી જ ખુલીને બોલવાનું શરૂ કર્યું. હું ૩૦ વર્ષથી ન્‍યાયાધીશો સાથે લડી રહ્યો છું. ઘણા બધા ન્‍યાયાધીશો હશે જેમના ગેરવર્તણૂકને કારણે મેં તેમની સમક્ષ હાજર થવાનું બંધ કરી દીધું. આ યાદીમાં ભારતના ભૂતપૂર્વ મુખ્‍ય ન્‍યાયાધીશનો પણ સમાવેશ થાય છે. પરંતુ હું કોઈનું નામ લેવા માંગતો નથી. મારી ટીકાઓ માટે મને કોઈ પ્રતિક્રિયા મળી નથી.'

આજે ખૂબ ઓછા વકીલો ખુલ્‍લેઆમ કોર્ટની ટીકા કેમ કરે છે તે પ્રશ્નના જવાબમાં દુષ્‍યંત દવેએ કહ્યું, ‘પહેલાં એવા વકીલો હતા જેઓ સ્‍વતંત્રતા ચળવળનું નેતૃત્‍વ કરતા હતા. પરંતુ આજે કોઈ બલિદાન આપવા તૈયાર નથી. બધા વિચારે છે કે જો હું આજે કંઈક કહીશ તો કોણ જાણે મારા પર શું આફત આવશે.' તેમનું માનવું છે કે આજે લોકોની વિચારવાની ક્ષમતા અને નૈતિક હિમતનો નાશ થઈ રહ્યો છે. પરિસ્‍થિતિ એવી બની ગઈ છે કે લોકો વિચારે છે કે જો કોઈ બીજું જેલમાં જાય તો તે ઠીક છે. મારે શા માટે ચિતા કરવી જોઈએ.

તાજેતરમાં, દિલ્‍હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્‍યાયાધીશ અને અલ્‍હાબાદ હાઈકોર્ટના વર્તમાન ન્‍યાયાધીશ જાસ્‍ટિસ યશવંત વર્માના ઘરેથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી હોવાનો આરોપ છે. ૨૦૦ થી વધુ સાંસદોએ તેમની સામે મહાભિયોગ પ્રસ્‍તાવ લાવવાનું સમર્થન કર્યું છે. કોર્ટમાં ભ્રષ્ટાચાર સામાન્‍ય લોકોમાં ચર્ચાનો વિષય છે. દુષ્‍યંત દવેને પૂછ્‍યું કે શું તેમણે ક્‍યારેય તેમની સામે ભ્રષ્ટાચાર જોયો છે કે તેના વિશે સાંભળ્‍યું છે? તેમનો જવાબ હતો, ‘મેં ઘણું સાંભળ્‍યું છે. મેં ઘણું જોયું છે. પણ આપણે તેની ચર્ચા કરી શકતા નથી.' તેમણે આના કોઈ ઉદાહરણ આપવાનો ઇનકાર કરી કહ્યું, ભ્રષ્ટાચારના ઘણા સ્‍વરૂપો છે. ક્‍યારેક લોકો પૈસાથી ભ્રષ્ટાચાર કરે છે. ક્‍યારેક વિચારોથી. ક્‍યારેક લોભ માટે તો ક્‍યારેક પોતાના પરિવારના ફાયદા માટે. મેં આ બધું ઘણી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જોયું છે અને ફક્‍ત એક નહીં પરંતુ સેંકડો ન્‍યાયાધીશોને આ કરતા જોયા છે. મેં પોતે આનો અનુભવ કર્યો છે. ઘણા કેસ એવા છે જેમાં મને આヘર્ય થયું કે હું કેમ હારી ગયો અને ઘણા કિસ્‍સાઓમાં મને આヘર્ય થયું કે જ્‍યાં હું હારવાનો હતો ત્‍યાં હું જીતી ગયો. ઘણી વખત વરિષ્ઠ વકીલોને ખબર નથી હોતી કે ક્‍લાયન્‍ટ કે નીચલા સ્‍તરના વકીલ શું કરે છે. ઘણા ન્‍યાયાધીશો એવા છે જે કોઈપણ પ્રકારની લાલચથી પ્રભાવિત નથી. વકીલો અને વકીલોના સંગઠનો, જેમ કે બાર એસોસિએશન પણ ભ્રષ્ટાચાર વિશે ખુલ્‍લેઆમ વાત કરતા નથી. આનાથી ધનિકો અને પ્રભાવશાળી લોકોને ફાયદો થાય છે અને ગરીબો પાછળ રહી જાય છે.

 ભવિષ્‍યમાં જીવન કેવું હશે? દુષ્‍યંત દવેનું કહેવું હતું કે, તેઓ ભવિષ્‍યમાં સમાજ માટે પણ કામ કરવા માંગે છે. શું તેઓ ક્‍યારેય રાજકારણમાં જોડાશો? તેમણે કહ્યું, ‘મારો જે સ્‍વભાવ છે તેનાથી હું રાજકારણમાં એક દિવસ પણ ટકી શકીશ નહીં. મને એકવાર રાજ્‍યસભાના સાંસદ બનવાની અને એકવાર હાઈકોર્ટના જજ બનવાની તક મળી હતી... પરંતુ મેં બંનેને નકારી કાઢ્‍યા હતા.'

 

(બીબીસી હિન્‍દીના રિપોર્ટર ઉમંગ પોદ્દાર સાથે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકિલ દુષ્‍યંત દવે સાથેના આ ખાસ ઇન્‍ટરવ્‍યુમાંથી આભાર સહ.. આખો ઇન્‍ટરવ્‍યુ જોવા માટે https://www.facebook.com/share/p/1DWTkGuL9A/)

 


 

જ્‍યારે દુષ્‍યંત દવે

રડી પડ્‍યા...

દુષ્‍યંત દવેએ તાજેતરના ઘણા મુખ્‍ય ન્‍યાયાધીશોની ટીકા કરી છે. જોકે, ઓગસ્‍ટ ૨૦૨૨ માં જ્‍યારે મુખ્‍ય ન્‍યાયાધીશ એન.વી. રમન્ના નિવૃત્ત થઈ રહ્યા હતા ત્‍યારે દુષ્‍યંત દવેની આંખો તેમના કોર્ટમાં આંસુઓથી ભરાઈ ગઈ હતી. આ જોઈને ઘણા લોકો આヘર્યચકિત થયા હતા. દુષ્‍યંત દવેએ કહ્યું કે જાસ્‍ટિસ એન.વી. રમન્નાના કાર્યકાળની તેમની ઘણી ટીકાઓ છે. દિલ્‍હીના જહાંગીરપુરીમાં બુલડોઝર દ્વારા લોકોના ઘર તોડી પાડવામાં આવી રહ્યા હતા ત્‍યારે હું કોર્ટમાં હતો. મેં કોઈ પણ અરજી વિના જ જાસ્‍ટિસ રમન્નાને મૌખિક વિનંતી કરી હતી કે તમે તેને રોકો. તેમણે તરત જ બુલડોઝર બંધ કરાવી દીધું. આ જ કારણ હતું કે હું તેમની નિવૃત્તિ પર ભાવુક થઈ ગયો.

(3:10 PM IST)