<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

પાકિસ્‍તાન સામે નવું સંકટ : સિંધુ ડેલ્‍ટાનું પાણી સૂકાતા ૪૦ ગામ ઉજ્જડ બન્‍યાં : ૧૨ લાખ વિસ્‍થાપિત

પાકિસ્‍તાન હાલ કુદરતી આફતોનો સામનો કરી રહ્યું છે, ભૂકંપ, અતિવળષ્ટિ, પૂરના કારણે જનજીવન ખોરવાયું

નવી દિલ્‍હી, તા.૬: ભારતના પડોશી દેશ પાકિસ્‍તાન હાલ કુદરતી આફતોનો સામનો કરી રહ્યું છે, ભૂકંપ, અતિવળષ્ટિ, પૂરના કારણે જનજીવન ખોરવાયુ છે. પાકિસ્‍તાનના દક્ષિણ ભાગમાં સિંધુ ડેલ્‍ટા નદી વિસ્‍તાર દરિયામાં ડૂબી રહ્યો છે. જેના લીધે ત્‍યાંના ૪૦ ગામડાંઓ ઉજ્જડ થયા છે. લોકો પલાયન કરી રહ્યા છે. સિંધુ ડેલ્‍ટા પ્રદેશમાં એક સ્‍થાયી સભ્‍યતાનો નાશ થયો છે. વાસ્‍તવમાં સિંધ પ્રાંતના દક્ષિણ છેડે અરબી સમુદ્રને અડીને આવેલા સિંધુ ડેલ્‍ટા પ્રદેશમાં સ્‍થિત લોકો પરંપરાગત રીતે ખેતી અને માછીમારી કરતા હતા, પરંતુ તાજેતરના વર્ષોમાં, દરિયાની જળ સપાટી વધી રહી હોવાથી નદીના પાણી ખારા થયા છે. જેથી ગામમાં તબાહી મચી છે.

આ ગામોમાંથી લગભગ ૧૨ લાખ લોકો સ્‍થળાંતર કરી ચૂકયા છે. તેમાંથી મોટાભાગના કરાચીમાં સ્‍થાયી થયા છે. તાજેતરમાં કરાચીમાં પલાયન કરનારા હબીબુલ્લાહ ખટ્ટી પોતાના પૈતળક ગામ મીરબહારમાં માતાની કબર પર અંતિમ વિદાય આપવા આવ્‍યા હતા. કારણ કે તેમનું ગામ હવે સમુદ્રમાં ડૂબી રહ્યું છે. જ્‍યાં તેમની માતાની કબર છે, ત્‍યાં હવે દરિયાઈ મીઠાનું સામ્રાજ્‍ય છે. જ્‍યારે તે તેમની માતાની કબર પર પહોંચ્‍યા, ત્‍યાં અડધાપ્રઅડધ પગ  મીઠાના ઢગલાંમાં ખૂંપી ગયા હતા. આ ગામ સિંધુ ડેલ્‍ટાથી લગભગ ૧૫ કિલોમીટર દૂર છે, જ્‍યાં સિંધુ નદી અરબી સમુદ્રને મળે છે.

હબીબુલ્લાહના જણાવ્‍યા મુજબ, ખારો ચાનમાં પહેલાં ૪૦ ગામ હતા, પરંતુ દરિયાઈ જળ વિસ્‍તાર વધતાં તેમાંથી મોટાભાગના ગામો લુપ્ત થઈ ગયા છે. વસ્‍તી ગણતરીના ડેટા અનુસાર, ૧૯૮૧માં તે શહેરની વસ્‍તી લગભગ ૨૬૦૦૦ હતી, જે ૨૦૨૩માં ઘટીને ૧૧,૦૦૦ થઈ છે. હબીબુલ્લાહ ખટ્ટી પણ પોતાના પરિવાર સાથે કરાચીમાં સ્‍થાયી થવા જઈ રહ્યા છે. તેમની જેમ, આ ડેલ્‍ટામાંથી લગભગ ૧૨ લાખ લોકો સ્‍થળાંતરિત થયા છે. થિંક ટેન્‍ક જિન્ના ઇન્‍સ્‍ટિટયૂટ દ્વારા પ્રકાશિત એક અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લા બે દાયકામાં સિંધુ ડેલ્‍ટામાંથી લગભગ ૧૨ લાખ લોકો પલાયન કરી ગયા છે.

યુએસપ્રપાકિસ્‍તાન સેન્‍ટર ફોર એડવાન્‍સ્‍ડ સ્‍ટડીઝ ઇન વોટર દ્વારા ૨૦૧૮માં હાથ ધરાયેલા એક અભ્‍યાસ મુજબ, સિંચાઈ નહેરો, જળવિદ્યુત બંધો અને પીગળતા બરફ અને હિમનદીઓ જેવી આબોહવા પરિવર્તનની અસરોને કારણે ૧૯૫૦ના દાયકાથી સિંધુ ડેલ્‍ટામાં પાણીનો પ્રવાહ ૮૦ ટકા ઘટયો છે. તેના કારણે દરિયાઈ પાણી ડેલ્‍ટામાં વિનાશક ઘૂસણખોરી કરી રહ્યું છે અને નજીકના ગામડાઓને ગરકાવ કરી ગયું છે. ૧૯૯૦થી, ડેલ્‍ટાના પાણીની ખારાશ લગભગ ૭૦્રુ વધી છે, જેના કારણે ત્‍યાં પાક ઉગાડવાનું અશકય બન્‍યું છે અને લોબસ્‍ટર માછલી અને કરચલાની પ્રજાતિઓનો નાશ થયો છે.

તિબેટથી નીકળતી સિંધુ નદી કાશ્‍મીરમાંથી વહે છે અને પછી પાકિસ્‍તાનમાં વહે છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારતે સિંધુ જળ સંધિ સ્‍થગિત કરી દીધી છે. આ કારણે પણ સિંધુમાં પાણીનો પ્રવાહ ઓછો થયો છે. નદી અને તેની ઉપનદીઓ પાકિસ્‍તાનની લગભગ  ૮૦્રુ ખેતીલાયક જમીનને સિંચાઈ કરે છે અને લાખો લોકોને આજીવિકા પૂરી પાડે છે. સિંધુ નદીના બંને કાંઠે ભરાયેલા કાંપથી બનેલો આ ડેલ્‍ટા એક સમયે ખેતી, માછીમારી, મેન્‍ગ્રોવ અને વન્‍યજીવન માટે આદર્શ હતો.

(3:33 PM IST)