<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

ખાનગી સ્કૂલોની મનમાની પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી : સ્કૂલો FRCએ નિયત કરેલી ફીથી વધુ વસૂલી શકે નહીં.

વચગાળાના હુકમથી વાલીઓને મોટી રાહત મળી છે.ખાનગી સ્કૂલો ખોટી રીતે વઘુ પડતી ફી ઉઘરાવી શકે નહીં: હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો.

નવી દિલ્હી : ખાનગી સ્કૂલોની મનમાની પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. સ્કૂલો FRCએ નિયત કરેલી ફીથી વધુ વસૂલી શકે નહીં. વચગાળાના હુકમથી વાલીઓને મોટી રાહત મળી છે.ખાનગી સ્કૂલો ખોટી રીતે વઘુ પડતી ફી ઉઘરાવી શકે નહીં. અગાઉ ખાનગી શાળાની તરફેણમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો.હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો.

મળતી માહિતી મુજબ, સ્વનિર્ભર શાળાઓની મનમાનીને લઈ સુપ્રમીકોર્ટે આકરું વલણ  અપનાવ્યું છે. સુપ્રીમકોર્ટે ખાનગી શાળાઓની મનમાની પર રોક લગાવી છે. હવે FRCએ નિયત કરેલી ફીથી વધુ નહિ વસૂલી શકે.  અગાઉ ખાનગી શાળાની તરફેણમાં ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો. આ ચુકાદા બાદ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો.  સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ બી.આર.ગવઇ અને જસ્ટિસ કે. વિનોદચંદ્રની ખંડપીઠે વચગાળાના આદેશ મારફતે ખાનગી સ્વનિર્ભર સ્કૂલોની મનમાની અને ઉઘાડી લૂંટ પર રોક લગાવી દીધી છે. સુપ્રીમકોર્ટના આ હુકમને પગલે રાજયના હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓને બહુ જ મોટી રાહત મળી છે. તો, ખાનગી સ્વનિર્ભર શાળાઓને બહુ મોટી લપડાક પડી છે. સુપ્રીમ કોર્ટે વચગાળાનો સ્ટે આપવા આદેશ કર્યો છે અને અવલોકન રજૂ કરતા કહ્યું છે કે, ખાનગી શાળા FRCએ નિયત કરેલી ફી કરતા વધુ ફી નહીં વસૂલી શકે.

  સુપ્રીમકોર્ટે એ પણ સ્પષ્ટ ક્રયું હતું કે, વિદ્યાર્થીઓ દ્વારા ચૂકવવામાં આવતી કોઈપણ રકમ અથવા શાળાઓ દ્વારા વસૂલવામાં આવતી કોઈપણ રકમ આ કેસમાં સુપ્રીમકોર્ટના અંતિમ નિર્ણયને આધીન રહેશે. આમ, હવે ખાનગી સ્વનિર્ભર શાળાઓની ઉંચી તગડી ફી વસૂલાતની લૂંટ પર રોક લાગી ગઇ છે. ફી નિર્ધારણ સમિતિ તરફથી કરાયેલી પિટિશનમાં સુપ્રીમકોર્ટે જુદી જુદી ખાનગી સ્વનિર્ભર શાળાઓ સહિતના પક્ષકારોને નોટિસ જાહેર કરી કેસની વઘુ સુનાવણી આગામી દિવસોમાં રાખી હતી.  રાજયની વિવિધ ખાનગી શાળાઓમાં લીઝ, રેન્ટ, લોન પરનું વ્યાજ તથા અન્ય સંબંધિત ખર્ચાઓ નામંજૂર કરવાના ફી  નિર્ધારણ  કમીટીના નિર્ણયને રદબાતલ ઠરાવતાં અને ફી નિર્ધારણ કરતી વખતે આ બધી બાબતો ઘ્યાનમાં લેવા સીંગલ જજે નિર્ણય લીધો હતો. જેને ચીફ જસ્ટિસ સુમિતા અગ્રવાલની ખંડપીઠે એપ્રિલ 2024માં યોગ્ય ઠેરવતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

(7:34 PM IST)