<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

કેરેબિયન દેશ ઘાનામાં સરકારી હેલિકોપ્ટર ક્રેશ: રક્ષા અને પર્યાવરણ મંત્રી સહિત 8 લોકોના મોત

અકરાથી ઉડાન ભર્યા પછી તરત જ હેલિકોપ્ટર રડાર પરથી ગાયબ થઈ ગયું. હેલિકોપ્ટરનો ATC સાથે સંપર્ક તૂટી ગયો.

ઘાનામાં એક મોટી હેલિકોપ્ટર દુર્ઘટનાના અહેવાલ મળ્યા છે. ઘાના સરકારનું કહેવું છે કે આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં રક્ષા મંત્રી અને પર્યાવરણ મંત્રી સહિત 8  લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, ઘાનામાં હેલિકોપ્ટર દુર્ઘટના અંગે ઘાના સરકારે જણાવ્યું હતું કે, આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશના રક્ષા અને પર્યાવરણ મંત્રીઓ સહિત 8  લોકોના મોત થયા છે. સેનાએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર બુધવારે સવારે રાજધાની અક્રાથી ઓબુઆસી પ્રદેશ માટે ઉડાન ભરી હતી, પરંતુ તેનો રડાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

કેરેબિયન દેશ ઘાનામાં આજે એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં ઘાનાના 2 મંત્રીઓ સહિત 8 લોકોના મોત થયા છે.  હેલિકોપ્ટર દુર્ઘટના બાદ સરકારે ઘાનામાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મંત્રીઓમાં ઘાનાના રક્ષા મંત્રી એડવર્ડ ઓમાન બોમાહ અને પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ઇબ્રાહિમ મુર્તલા મુહમ્મદ, 3 અન્ય અધિકારીઓ અને 3 વાયુસેનાના ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે.
ઘાનાના રાષ્ટ્રપતિ જોન મહામાના ચીફ ઓફ સ્ટાફ જુલિયસ ડેબ્રાહે એક પ્રેસ કોન્ફરન્સમાં દેશને આ અકસ્માત વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ 8 લોકો દેશની સેવા કરતી વખતે શહીદ થયા હતા. રાષ્ટ્રપતિ અને સરકાર તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. અકરાથી ઉડાન ભર્યા પછી તરત જ હેલિકોપ્ટર રડાર પરથી ગાયબ થઈ ગયું. હેલિકોપ્ટરનો ATC સાથે સંપર્ક તૂટી ગયો.
ઓહો

(10:49 PM IST)