News of Thursday, 7th August 2025
જાતીય હુમલોઃ ૬ વર્ષની બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં સાઈકલ ટકરાવીઃ ચહેરા પર મુક્કાઃ વિદેશમાં ભારતીય સાથે હેવાનિયત
આયર્લેન્ડના વોટરફોર્ડ શહેરમાં એક ૬ વર્ષની ભારતીય મૂળની છોકરી પર એક ટીન એજ ગેંગ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતોઃ આ હુમલો એક જાતીય હુમલો હતો

લંડન,તા.૦૭: આયર્લેન્ડમાં એક ભારતીય મૂળની છોકરી પર વોટરફોર્ડ શહેરમાં જાતીય હુમલો થયો હતો. આ હુમલો સોમવારે ૪ ઓગસ્ટના રોજ સાંજે ઘરની બહાર રમત સમયે અમુક છોકરાઓએ તેને ઘેરી લીધી હતી. અને તેને ‘ગો બેક ટુ ઈન્ડિયા' કહીને ખરાબ રીતે મારી હતી. ટીન એજના તેમના પર એવો આરોપ છે કે આ છોકરાઓએ તે છોકરીના પ્રાઇવેટ પાર્ટમાં સાયકલથી માર્યું હતું અને તેના ચહેરા પર પણ મુક્કા માર્યા હતા. આ ઘટનાથી તે નાની બાળકી ખૂબ ડરી ગઈ હતી. તેની માતા જે નર્સ છે તેણે આ અંગે ફરિયાદ કરી છે અને આ મામલે પોલીસમાં આ બાળકોને સજાને બદલે કાઉન્સીલીંગ મળે તેવી માંગણી કરી છે.
જ્યારે આ ૬ વર્ષની બાળકી બહાર રમી રહી હતી. આ ઘટના તે વખતે બની જ્યારે તેની માતા તેના ૧૦ મહિનાના દીકરાને દૂધ પીવડાવવા માટે ઘરની અંદર ગઈ. તેમણે જણાવ્યું જે તેમની નજર બહાર રમી રહી તેમની દીકરી પર પણ હતી. પણ જ્યારે તેમનો ૧૦ મહિનાનો દીકરો રડવા લાગ્યો તો તે એક મિનિટ માટે અંદર જતી રહી હતી. એટલામાં જ તેમની ૬ વર્ષની દીકરી ઘરે રોતાં રોતાં પાછી આવી અને તે કશું પણ બોલી શકે તેવી હાલતમાં નહોતી.
ત્યારબાદ તેમની દીકરીની એક મિત્રએ જણાવ્યું કે લગભગ ૧૨-૧૪ વર્ષની ઉંમરના છોકરાઓએ તેના ચહેરા પર મુક્કા માર્યા અને સાયકલનું પૈડું તેના પ્રાયવેટ પાર્ટમાં માર્યું. એક ૮ વર્ષની છોકરી પણઆ ગેંગનો હિસ્સો હતી. બાળકીની માતાએ એક આઈરીસ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે હુમલો કરનાર બાળકો તે છોકરીને ગંદી ગાળો પણ આપી રહ્યા હતા અને ઉપરાંત ‘ડર્ટી ઈન્ડિયન' કહીને જાતીય સતામણી પણ કરી હતી.
આ ૬ વર્ષની બાળકીની માતા જે નર્સ છે તે છેલ્લા ૮ વર્ષથી આયર્લેન્ડમાં રહે છે. હાલમાં જ તેને આયર્લેન્ડની સિટીઝનશીપ પણ મળી છે. તેમનું કહેવું છે કે, અમે અહીંયા હવે સુરક્ષિત ફીલ નથી કરતાં. મારી દીકરો હવે ઘરની બહાર રમવા જતાં ડરે છે. હું ખૂબ દુખી છું કે હું તેણે સેફટી આપી શકી નહીં. માતાએ એમ પણ જણાવ્યું કે જ્યારે તેણે છોકરાઓની ગેંગ સામે જોયું ત્યારે તે તેને ઘૂરી રહ્યા હતા અને તેના પર હસી રહ્યા હતા અને તે હજુ પણ તેમના ઘરની આસપાસ ફરે છે.
આ બાળકીની માતાએ આ ઘટના અંગે આઈરીસ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે અને તેની માંગ કોઈ સજા નથી. તેમનું કહેવું છે કે હું ઈચ્છું છું કે તેમને કાઉન્સિલિગ મળે અને સાચી દિશા આપવામાં આવે. અમે અહીંયા નોકરી કરીએ છીએ. અમે આયર્લેન્ડમાં કમ કરવા માટે ખૂબ મહેનત કરી છે.
આ ઘટનાએ આયર્લેન્ડમાં ભારતીયોની સુરક્ષાને લઈને ચિતા વધારી દીધી છે. હમણાં ગયા મહિને ક ડબલિનના એક ઉપનગરમાં એક ૪૦ વર્ષના ભારતીય વ્યક્તિને પણ આવી જ રીતે કિશોર વયના બાળકોની ગેંગે ખૂબ માર્યા હતા અને જાહેરમાં જ તેમને નગ્ન પણ કરી દીધા હતા. આ ૧૯ જુલાઇ પછી ડબલિનમાં ભારતીયો પર ના ૩ હુમલાના બનાવો સામે આવ્યા છે
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
