News of Thursday, 7th August 2025
જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં CRPF જવાનોની ગાડી ઊંડી ખાઈમાં પડી : બે જવાનોના મોત :16 ઘાયલ
કંડવા -બસંતગઢમાં CRPF જવાનોની ગાડી ઊંડી ખાઈમાં પડી: તમામ ઈજાગ્રસ્ત કમાંડોને હોસ્પિટલ લઈ જવાયા

જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢમાં CRPF જવાનોની ગાડી ઊંડી ખાઈમાં પડી જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢમાં CRPF જવાનોની ગાડી ઊંડી ખાઈમાં પડી ગઈ છે. આ ગંભીર અકસ્માત કંડવા વિસ્તારની પાસે થયો છે. આ એક્સિડન્ટમાં બે CRPF જવાનોના મોત થયા છે. જ્યારે 16 જવાનો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્ત કમાંડોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. આ બસમાં લગભગ 23 જેટલા જવાનો સવાર હોવાનું જાણવા મળ્યું છે.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, કંડવા-બસંતગઢ વિસ્તારમાં CRPF વાહન સાથે થયેલા માર્ગ અકસ્માતના સમાચાર સાંભળીને મને દુઃખ થયું છે. વાહનમાં ઘણા બહાદુર CRPF જવાનો મુસાફરી કરી રહ્યા હતા. મેં હમણાં જ DC સલોની રાય સાથે વાત કરી છે, જેઓ પરિસ્થિતિનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કરી રહ્યા છે. તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકો સ્વેચ્છાએ મદદ માટે આગળ આવ્યા છે. શક્ય તેટલી મદદ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
