News of Thursday, 7th August 2025
જીવનમાં જેટલો મોટો સંઘર્ષ, જીત એટલી મોટીઃ પદમજીત સહેરાવત : જુઓ વિડિયો
ગરૈયા જ્ઞાનપીઠ દ્વારા આજે પ્રખ્યાત કોમેન્ટેટર, ક્રિકેટર, ગાયક, લેખક, મ્યુઝીક કમ્પોઝર, મોટીવેશનલ સ્પીકર એવા પદમનીત સહેરાવતનું પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ આતે સાંજે ૪:૩૦ વાગે સેમીનાર અને સંગીત પાઠશાળાનું આયોજન * મ્યુઝીક ટોકશાલા એ મારો કનસેપ્ટ છે * કિસ્મત આઈથી સોચ કે યે જાગે તો ઈસ કા કુછ કરૂં, યે સોતા હી રહતા હૈ તો મેં ક્યા કરૂં? * ઝીંદગીકી સીર્ફ એક હી સચ્ચી કહાની હૈ સફળતા સીર્ફ મહેનત કી દીવાની હૈ...''

આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત કોમેન્ટેટર તથા બહુમુખી પ્રતિભા ધરાવતા પદમજીત સહેરાવત અકિલાનાં આંગણે મહેમાન બન્યા હતા. અકિલાનાં મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પદમજીત સહેરાવત તથા ગરૈયા જ્ઞાન પીઠનાં વનરાજભાઇ ગરૈયા, હિતેશભાઇ રાઠોડ તથા રાજભાઇ ગરૈયા તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીર : સંદિપ બગથરિયા)
રાજકોટ,તા.૦૭: આજે રાજકોટમાં ગરૈયા જ્ઞાનપીઠ દ્વારા ઈન્ટરનેશનલ સ્પોર્ટસ કોમેન્ટેટર પદમજીત સેહરાવનો ભવ્ય મોટિવેશનલ સેમિનાર અને સંગીત પાઠશાળાનું આયોજન સાંજે ૪:૩૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે થયું છે. જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરનાં જાણીતા સ્પોર્ટસ કોમેન્ટેટર કે જેમણે આઈપીએલ, પ્રો કબડ્ડી, આઈ એસ એલ અને વિમ્બલડન જેવા અનેક સ્પોર્ટસમાં કોમેન્ટ્રી આપી છે. તેઓ પૂર્વ રણજી ટ્રોફી ક્રિકેટર, સંગીતકાર, ગાયક, લેખક, મ્યુઝીક કમ્પોઝર સહિત બહુમુખી પ્રતિભા ધરાવે છે તેઓ આજે અકિલાના મહેમાન બન્યા હતા.
‘પેડી' તરીકે હુલામણું નામ ધરાવતા પદમજીત સેહરાવતે જણાવ્યું હતું કે, ૨૦૧૮માં ગુડગાંવની પાથવે સ્કૂલમાં મને આમંત્રણ મળ્યું કે સવારે ૯ વાગે આવી બાળકોને પ્રોત્સાહિત કરો. ત્યારે વિચાર આવ્યો કે દરેક ગીત ગાતા પહેલા અમે બાળકોને સંદેશ આપીએ તો? આ ટ્રીક કામ કરી ગઈ.
આ કોનસેપ્ટ લઈ અમે આગળ આવ્યા. ગીત સાથે મોટીવેશન એ મારો જ કોનસેપ્ટ છે એમાં જે બોલું છું એ મારો પોતાનો જ કનટેન્ટ હોય છે. મારું એક પુસ્તક ‘ઉડાન' આવેલું જેમાં મોટીવેશનલ કવિતા અને વાક્યો પર આધારીત છે. બીજુ પુસ્તક ‘ઉડાન-૨' નજીકમાં આવી રહ્યું છે. જેમાં લખ્યું છે ‘‘આજ સુબહ ફિર અલાર્મ બજા તુને ફીર ઉસે દબા દીયા, આતી કિસ્મત કો ફિર ભગા દીયા. કિસ્મત આઈથી સોચ કે યે જગે તો ઈસ કા કુછ કરુ યે સોતાહી રહેતા હૈ તો મેં ક્યા કરૂં...''
મ્યુઝીકલ ટોકશાલા એ મારો કનસેપ્ટ છે જેમાં જ્ઞાન અને મોટીવેશન સ્પીચ પછી હું ગીત ગાઉં છું. હું ૧૬ વર્ષથી સંગીત શીખું છું. મેં માણેકલાલજી પાસેથી સંગીતની તાલીમ પણ મેળવી છે. સ્ટેજ પર આવ્યા તે પહેલા ક્રિકેટ ક્ષેત્રમાં હું ગયો હતો તેમ પદમજીત સહેરાવતે જણાવ્યું હતું. તેઓ કહે છે ઈશ્વરે મને ક્રિએશન કરવાની શક્તિ આપી છે. ભારતની જીત વખતે બોલેલી લાઈન ‘‘ઈન્ડિયા કી ઉડાન દેખો વંદે માતરમ જય હિન્દ સીરીઝ દો-દો સે બરાબર'' લોકોને ખુબ પસંદ પડેલી. પદમજીત સહેરાવતે કહ્યું હતું કે સિધ્ધુજીથી પ્રેરણા મળે છે પણ હું મારી લાઈન બોલું છું.
ક્રિકેટ અને સંગીત બંને સાથે લઈને ચાલતા પદમજીત સહેરાવત કહે છે, લાઈવ પર્ફોમ કરવું મને ગમે છે. ઓડિયન્સને બાંધતા મને આવડે છે. મેં ૨૦૦થી વધુ ગીતો લખ્યા છે. આજે રાજકોટમાં ‘પાવર ઓફ વર્ડઝ' વિશે વક્તવ્ય આપવાનો છું જેમાં ગુરૂની ઈજ્જત, વડિલોનું સન્માન કેટલું જીવનમાં જરૂરી છે તે સમજાવીશ. ૨૦૦૪-૦૫માં એક કોનટેસ્ટ આવેલો એન્કર માટે તેમાં ભાગ લઈ બીજા નંબરે આવેલા. અહિંથી એન્કરીંગ-કોમેન્ટ્રી શરૂ થઈ. કોમેન્ટરી કરવામાં તેઓને ટેસ્ટ મેચ ખુબ ગમે છે જ્યારે કિશોરકુમાર પસંદગીના ગાયક છે. રાજકોટમાં આજે ડોક્ટર્સ માટે નવું ગીત બનાવ્યું છે તે આપવાનાં છે. રાજકોટમાં પહેલી મુલાકાત છે જીવનમાં જ્યારે પણ કોશીશ કરો છો ત્યારે જીતો છો અથવા શીખો છો. જેટલો મોટો સંઘર્ષ એટલી મોટી જીત જીવનમાં મળે છે. ઝીંદગીકી એક હી સચ્ચી કહાની હૈ સફલતા સીર્ફ મહેનત કી દીવાની હૈ.''
વર્ષ ૨૦૦૯-૧૦માં ઈન્ડિયા હૈ મેરી જાન આલ્બમ પણ પદમજીત સહેરાવતે બહાર પાડેલું જેમાં ગીતો લખ્યા, ગાયા અને કમ્પોઝ પણ કર્યા. જેમાં હરભજનસિંહ સાથેનું ગીત ખુબ પ્રખયાત થયું હતું તેમણે અનેક ફિલ્મોમાં પણ ગાયું છે. નજીકનાં ભવિષ્યમાં ૧૦ ભજન પણ બહાર પાડવામાં આવશે. પદમજીત સહેરાવત જ્યોતિષમાં પણ માને છે. ૧૧ થી ૧૪ વર્ષેડીપ્રેશનમાં હતા. તેઓ કહે છે ડીપ્રેશનમાં હોવા માટે ટ્રીગર હોવું જોઈએ પણ મારા કિસ્સામાં એવું નહોતું. ‘‘રૂહ મેં ભી દાગ લગ જાતા હૈ...'' એ ડીપ્રેશન છે. નેગેટીવ વિચાર સામે લડવાની લડાઈને ડીપ્રેશન કહે છે.
પદમજીત સેહરાવતે જણાવ્યું કે રાજકોટમાં મને ખુબ મહેમાનગતી મળી આવી બીજે ક્યાંય મળી નથી. આ એકદમ પ્રોગ્રામથી પરિવારનો કાર્યક્રમ છે. રાજકોટનો પ્રેમ મને લઈને આવ્યો છે. અકિલાની મુલાકાત વખતે ગરૈયા જ્ઞાનપીઠના વનરાજભાઈ ગરૈયા, હિતેશભાઈ રાઠોડ, રાજભાઈ ગરૈયા, રામભાઈ ગરૈયા, એભલભાઈ ગરૈયા, મનોજભાઈ ગરૈયા, મેહુલભાઈ ગરૈયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.(૪૦.૩૯)
ઈન્સ્ટાગ્રામ પર આધાર કાર્ડ લઈ એકાઉન્ટ બનાવવું જોઈએઃ પદમજીત સહેરાવત
સોશિયલ મીડિયા વિશે પદમજીત સહેરાવતજીએ જણાવ્યું હતું કે, હું ટ્વીટર પર નથી. કોઈ બીજાએ મારૂ આઈડી બનાવી રાખ્યું છે મને પસંદ નથી હું ઈન્સ્ટાગ્રામ પર, ફેસબુક અને યુટયુબ પર છુ. ટ્વીટર પર એટલા માટે નથી કારણ કે કોઈપણ વ્યક્તિ કાંઈપણ લખે છે. હું માનું છું કે ઈન્ટાગ્રમ પર પણ એકાઉન્ટ આધાર કાર્ડ લઈ બનાવવું જોઈએ. કારણ કોઈપણ કાંઈપણ લખે છે. યુવતીઓ, મહિલાઓ પર અભદ્ર કોમેન્ટ લખે છે. તેને જેલમાં ધકેલવા જોઈએ. કોઈ રોકટોક વિના લોકો લખે છે. આપણે સભ્ય સમાજમાં જીવવા માંગએ છીએ. જ્યાં સુધી આપણા પર ન વિતે ત્યાં સુધી ગુસ્સો પણ નથી આવતો. હું માનું છું કે આધારકાર્ડ સાથે એકાઉન્ટ બનાવવયું જોઈએ જેથી અભદ્ર ભાષા સોશિયલ મીડિયા પર લખતા લોકો બંધ થાય.

ગરૈયા જ્ઞાનપીઠ દ્વારા આજે ભવ્ય મોટીવેશન સેમિનારનું આયોજનઃ વનરાજભાઈ ગરૈયા
રાજકોટ ભાવનગર હાઈવે પર ત્રંબા નજીક કાળીપાટ ગામ ખાતે આવેલ બી.જી.ગરૈયા આયુર્વેદ કોલેજ અને હોમીયોપેથીક કોલેજ તેમજ હોસ્પીટલ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, આંતરિક શ્િકત અને જીવનમાં યોગ્ય દિશાની શોધ માટે પ્રેરણા આપવા પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કોમેન્ટર પદમજીત સહેરાવતના સેમીનાર અને સંગીત પાઠશાળાનું પ્રમુખસ્વામી ઓડિટોરીયમ ખાતે સાંજે ૪:૩૦ કલાકે આયોજન કરાયું છે. ફાસ્ટયુગમાં મોબાઈલ પાછળ દોડતા વિદ્યાર્થીઓનું જીવન બદલાય એટલા માટે આ આયોજન કરાયું છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
