તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Friday, 8th August 2025
દેખાવડી માસી પર મોહી ગયો ભાણેજઃ ઘરેથી ભાગી બંનેએ લગ્ન કરી લીધા
માસીએ ભાણેજ સાથે લગ્ન કરી લીધાઃ મામલો બિહારના બાંકા જિલ્લાના અમરપુરના એક ગામનો

બાંકા તા.૮: બિહારના બાંકા જિલ્લાની રહેવાસી એક મહિલાએ પોતાનું ઘર, પતિ અને બાળકોને છોડી પોતાના ભાણેજ સાથે ભાગીને મંદિરમાં લગ્ન કરી લીધા. નવાઈની વાત એ છે કે તેણે ખુદ પોતાના પતિને મોબાઈલ પર પોતાના લગ્નના ફોટો પણ મોકલી દીધા હતા.
આ મામલો બિહારના બાંકા જિલ્લાના અમરપુરના એક ગામનો છે. અહીંના રહેવાસી શિવમ કુમારના લગ્ન ૨૦૧૪માં પૂનમ કુમારી સાથે થયા હતા. બંનેને આ સંબંધથી બે દીકરા પણ થયા. થોડા વર્ષ તો બધું બરાબર ચાલ્યું પણ થોડા સમય બાદ પતિ કામમાં વ્યસ્ત રહ્યો અને પત્ની દૂર થવા લાગી. જો કે તેની પાછળ એક ખાસ કારણ પણ હતું.
કારણ હતું શિવમ કુમારના ઘરે આવેલા એક નવા મહેમાનની એન્ટ્રી. નામ છે અંકિત કુમાર. હકીકતમાં તે પૂનમનો દૂરનો ભાણેજ હતો. શિવમ કુમારને તેના ઘરે આવવાથી કોઈ વાંધો નહોતો. આ સંબંધોએ તેના બધા સપના તોડી નાખ્યા.
ધીમે ધીમે અંકિત અને પૂનમ વચ્ચે દોસ્તી વધી ગઈ. પછી એક દિવસ એવો આવ્યો કે પૂનમ પોતાના બંને દીકરાને લઈને અચાનક ઘરેથી નીકળી ગઈ. શિવમને કંઈ સમજાયું નહીં. તેણે આજુબાજુ, સંબંધીઓ અને દોસ્તો સાથે પૂછપરછ કરી. બધી જગ્યાએ શોધખોળ કરી, પણ કોઈ પત્તો લાગ્યો નહીં.
દરમિયાન પૂનમે તેને ફોન પર એક ફોટો મોકલ્યો, જેમાં તે અંકિત સાથે એક મંદિરમાં લગ્ન કરતી દેખાઈ રહી હતી. સાથે લખ્યું હતું કે, મેં હવે અંકિત સાથે લગ્ન કરી લીધા છે. આ બધું જોઈ શિવમના તો હોશ ઉડી ગયા. તેને સૌથી મોટી ચિતા બાળકોની હતી. તેણે તરત અમરપુર પોલીસ સ્ટેશનમાં જઈને પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને બાળકોને પાછા લેવાની માગ કરી. તેણે પોલીસને જણાવ્યું કે, મારા બાળકોનો શું વાંક છે. ન જાણે તેને કેવી રીતે રાખતી હશે
પોલીસે મહિલા અને બાળકને શોધવાનું શરુ કરી દીધું છે.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
