<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

૯૦ વર્ષના હયાત પિતાને મૃત જાહેર કરી પુત્રએ જમીન વેચી

પાંચ પુત્રોમાંથી કોઈ સંભાળ નથી રાખતું: પિતાનો વલોપાત : બનાવટી દસ્‍તાવેજોના આધારે જમીન વેચવા બદલ પુત્ર સામે કાર્યવાહી કરોઃ ડીએમને ફરિયાદ

પટણા,તા.૯: બિહારમાં એક પુત્રએ જીવીત પિતાને મૃત જાહેર કરીને તેમના નામે જે જમીન હતી તેને વેચી નાખી હોવાનો મામલો સામે આવ્‍યો છે. ૯૦ વર્ષીય પિતા પુત્રની ફરિયાદ લઈને ડીએમ પાસે પહોંચ્‍યા ત્‍યારે મામલો સામે આવ્‍યો, સરકારી દસ્‍તાવેજોમાં પણ પિતાના નામની આગળ સ્‍વર્ગસ્‍થ લખેલુ હોવાનું સામે આવ્‍યું છે.

મુઝફફરપુરના વીરપુર ગામના રહેવાસી ૯૦ વર્ષીય વૃદ્ધ રાજનારાયણ ઠાકુરે ડીએમ સુબ્રત કુમારને ફરિયાદ કરી છે જેમાં તેમણે દાવો કર્યો છે કે મારે પાંચ પુત્રો છે જેમાંથી કોઇ મારી દેખરેખ નથી રાખતું, આ પુત્રો છાનામાના આવે છે અને જમીન વેચીને જતા રહે છે. મારી સંમતિ વગર જ જમીનના દસ્‍તાવેજો તૈયાર કરાયા છે જેમાં મારી સહી નથી. માટે આ રજિસ્‍ટ્રેશન જ રદ કરવામાં આવે અને જુઠા દસ્‍તાવેજો બદલ મારા પુત્ર સામે કાર્યવાહી કરવામાં આવે. ડીએમ સુબ્રત કુમાર સેને કહ્યું હતું કે

વૃદ્ધ તરફથી આવેદનપત્ર મળ્‍યું છે, મોતીપુરના સીઓ અને પોલીસ અધિકારીને આ મામલે તપાસ કરવા આદેશ અપાયો છે. મોતીપુર રજિસ્‍ટ્રેશન કાર્યાલયમાં જે દસ્‍તાવેજો છે તેમાં આ વૃદ્ધના નામની આગળ સ્‍વર્ગીય લખાયેલુ છે. હાલમાં વૃદ્ધે પોતાના પુરાવાઓ સાથે પુત્રસામે ફરિયાદ કરી છે અને કાર્યવાહીની માગણી કરી છે.(૪૦.૯)

(10:20 AM IST)