તા. ૨ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર સુદ – ૧૫ ગુરૂવાર
News of Saturday, 9th August 2025
ભાઇ-બહેનના અવિનાશી સ્નેહ,વિશ્વાસ અને રક્ષણના સંકલ્પને સમર્પિત પર્વ છે રક્ષાબંધન :અમિતભાઇ
નિતીન ગડકરી- યોગી સહિતના નેતાઓએ પણ શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ તા.૯: કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઇ શાહે રક્ષાબંધનના તહેવારની દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા પાઠવી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અમિત શાહ ભાઇે લખ્યું, ‘‘ભાઈ-બહેનના અવિનાશી સ્નેહ, વિશ્વાસ અને રક્ષણના સંકલ્પને સમર્પિત પાવન પર્વ ‘રક્ષાબંધન'ની સમસ્ત દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. આ પર્વ સૌના જીવનમાં આનંદ અને ઉત્સાહ લાવે, તેવી ભગવાન પાસે પ્રાર્થના કરૂ છું''
કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીએ પણ એક્સ પર પોતાની શુભેચ્છાઓ પાઠવી. તેમણે પોતાના પોસ્ટમાં લખ્યું, ‘‘રક્ષાબંધનનો પર્વ ભાઈ-બહેનના પ્રેમ, સ્નેહ અને વચનબદ્ધતાનું પ્રતિક છે. આ પાવન પર્વ રક્ષાબંધનની સમસ્ત દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ.''
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક્સ પર લખ્યું, તોહની પવિત્ર ગાંઠ, વિશ્વાસની મૌન પ્રતિજ્ઞા, ભાઈ-બહેનના અવિનાશી પ્રેમનું જીવંત પ્રતિક એવા રક્ષાબંધનની રાજ્યવાસી ઓને હાર્દિક શુભેચ્છાઓ! રક્ષાસૂત્રનો નાનો દોરો ફક્ત હાથમાં નહીં, પરંતુ આત્માને પણ જોડે છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
