તા. ૨ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર સુદ – ૧૫ ગુરૂવાર
News of Saturday, 9th August 2025
નાણાકીય વર્ષ ૨૦૨૫માં આકાશ, ઈશા અને અનંત અંબાણીને કેટલો પગાર મળ્યો?
મુકેશ અંબાણીના ત્રણ બાળકોની વાર્ષિક કમાણી જાણીને તમે દંગ રહી જશો!

મુંબઇ, તા. ૯: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગુરુવાર, ૭ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ તેનો AGM રિપોર્ટ જાહેર કર્યો. BSE સાથેની સત્તાવાર ફાઇલિંગ અનુસાર, મુકેશ અંબાણીની માલિકીની કંપનીએ જાહેર કર્યું કે અનંત અંબાણી, ઈશા અંબાણી અને આકાશ અંબાણીને ૨૦૨૪-૨૫ ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે સમાન પગાર મળ્યો હતો.
રિલાયન્સના AGM રિપોર્ટમાં આપેલા ડેટા દર્શાવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં દરેક નોન-એક્ઝિકયુટિવ અને ફુલ-ટાઇમ ડિરેક્ટરે કેટલી કમાણી કરી હતી. આ ડિરેક્ટરોમાં અંબાણી પરિવારના સભ્યો - અનંત, ઈશા, આકાશ, તેમજ મુકેશ અંબાણી સહિત ઘણા અન્ય મુખ્ય અધિકારીઓનો સમાવેશ થાય છે.
મુકેશ અંબાણી ઉપરાંત, અંબાણી પરિવારના આ ત્રણ સભ્યોએ દરેકને ૨.૩૧ કરોડ રૂપિયા કમાયા હતા. આ કમાણીમાં કુલ મહેનતાણાના ભાગ રૂપે તેમની ફી અને કમિશનનો સમાવેશ થાય છે.
પૂર્ણ-સમયના ડિરેક્ટરોએ
કેટલી કમાણી કરી ?
ફાઇલિંગમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન મુકેશ અંબાણીએ ૨૦૨૪-૨૫માં સતત પાંચમા વર્ષે કોઈ પગાર લીધો ન હતો.
પગારના આંકડામાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે પ્રદર્શન-સંબંધિત ભથ્થાંનો પણ સમાવેશ થાય છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં આપવામાં આવ્યા હતા.
અન્ય પૂર્ણ-સમયના ડિરેક્ટર નિખિલ આર મેસવાણી અને હિતલ આર મેસવાણીએ ઈં ૨૫ કરોડ કમાયા હતા, જ્યારે પીએમ એસ પ્રસાદે ૨૦૨૪-૨૫માં પૂરા થયેલા વર્ષમાં ઈં ૧૯.૯૬ કરોડ કમાયા હતા.
અન્ય પૂર્ણ-સમયના ડિરેક્ટરોમાં નિખિલ આર મેસવાણી અને હિતલ આર મેસવાણી છે અને બંનેએ ૨૦૨૪-૨૫ ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં રૂા. ૧૯.૯૬ કરોડ કમાયા હતા.
એક્ઝિકયુટિવ ડિરેક્ટરનો કાર્યકાળ નિમણૂકની તારીખથી પાંચ વર્ષનો હોય છે. રિલાયન્સે જૂન ૨૦૨૫ માં એપ્રિલ-જૂન ક્વાર્ટરની બોર્ડ મીટિંગ પછી અનંત અંબાણીને તેના નવા પૂર્ણ-સમયના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા.
અનંત અંબાણીએ કેટલી કમાણી કરી?
તમને જણાવી દઈએ કે ૨૯ જૂન, ૨૦૨૫ ના રોજ, કંપનીના એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીને પૂર્ણ-સમયના ડિરેક્ટર તરીકે ચૂંટયા હતા.
આ મુજબ, પૂર્ણ-સમયના ડિરેક્ટર તરીકે, અનંત અંબાણી હવે તેમના પગાર, ભથ્થાં અને સુવિધાઓ તરીકે વાર્ષિક ૧૦ કરોડથી ૨૦ કરોડ રૂપિયા કમાશે.
કંપનીએ BSE ને એક સત્તાવાર યાદી દ્વારા જણાવ્યું હતું કે, પગાર, સુવિધાઓ અને ભથ્થાં વાર્ષિક રૂ. ૧૦ કરોડથી રૂ. ૨૦ કરોડની રેન્જમાં રહેશે. વાર્ષિક પગાર વધારો HRNR સમિતિ દ્વારા નક્કી કરવામાં આવશે.
રિલાયન્સ ૧૯૬૧ના આવકવેરા કાયદા મુજબ પગાર, સુવિધાઓ અને ભથ્થાંઙ્ખના ભાગ રૂપે અનંત અંબાણીને રહેઠાણ ખર્ચ અથવા ઘર ભાડું ભથ્થું, ગેસ, વીજળી અને પાણી તેમજ અન્ય જોગવાઈઓ ચૂકવશે.
‘૧૦ કરોડથી રૂ. ૨૦ કરોડ' પગાર ઉપરાંત, અંબાણી પરિવારના સૌથી નાના પુત્રને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી પ્રોવિડન્ટ ફંડ, નિવળત્તિ અથવા વાર્ષિકી ભંડોળ, ચૂકવવાપાત્ર ગ્રેચ્યુઇટી અને રજા રોકડમાં પણ ફાળો મળશે
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
