News of Monday, 11th August 2025
કે ફોર કાબા, એમ ફોર મસ્જિદ, એન ફોર નમાજ
મધ્ય પ્રદેશની એક કોન્વેન્ટ સ્કૂલમાં ભણાવ્યા હિન્દુ વિદ્યાર્થીઓને મદરેસાના પાઠ્યપુસ્તકમાંથી

રાયસેન,તા.૧૧: મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લાની એક કોન્વેન્ટ સ્કૂલમાં સરકારી માર્ગદર્શિકાની વિરુદ્ધ અને પરંપરાગત શિક્ષણથી દૂર નર્સરીનાં બાળકોને ઇસ્લામિક શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું. આ વાત બહાર આવતાંની સાથે જ વાલીઓ અને હિન્દુ સંગઠનોએ સ્કૂલ સામે હોબાળો મચાવ્યો હતો. શિક્ષણ વિભાગે આ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા છે.
સ્કૂલ દ્વારા શીખવવામાં આવતી એબીસીડીમાં કે ફોર કાબા, એમ ફોર મસ્જિદ અને ફ ફોર નમાજ એવા શબ્દો શીખવવામાં આવી રહ્યા હતા. સ્ત્રી માટે ઔરત શીખવવામાં આવી રહ્યું હતું જેમાં વુમન હિજાબ પહેરેલી મહિલાનો ફોટો છે, કે ફોર કાબામાં મક્કાના કાબાનો ફોટો છે, એન ફોર નમાઝમાં નમાજ પઢતી વ્યક્તિનો ફોટો છે. એક છોકરીના કાકાએ તેને ઘરે આ બધું વાંચતી જોઈ ત્યારે આ માહિતી બહાર આવી હતી.
વિશ્વ હિન્દુ પરિષદ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના લોકો સ્કૂલમાં પહોંચ્યા હતા અને મેનેજમેન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને હંગામો મચાવ્યો હતો. પોલીસે પહોંચીને મામલો સંભાળ્યો હતો અને બાળકોને વહેંચવામાં આવેલું ઇસ્લામિક સાહિત્ય જપ્ત કર્યું હતું.
રાયસેનના જિલ્લા શિક્ષણ અધિકારી ડી. ડી. રજકે મીડિયાને માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ મામલો ગંભીર છે. સરકારી માર્ગદર્શિકા મુજબ શાળામાં આવી સામગ્રીનો ઉપયોગ કરી શકાતો નથી. આ મામલે તપાસ ચાલી રહી છે. આમાં જે પણ દોષી જણાશે તેની સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. (૪૦.૬)
(9:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
