News of Monday, 11th August 2025
ઇક્વાડોરના નાઇટ ક્લબમાં અચાનક ગોળીબારઃ આઠ લોકોના મોત અને ત્રણ ઘાયલ
ઘટના દેશના સૌથી ખતરનાક વિસ્તારોમાંના એક ગણાતા દરિયાકાંઠાના પ્રાંત ગુઆયાસના ગ્રામીણ વિસ્તાર સાન્ટા લુકામાં બની હતી

નવી દિલ્હી તા.૧૧: દક્ષિણ અમેરિકન દેશ ઇક્વાડોરમાં વધી રહેલા ગેંગ વોર વચ્ચે રવિવારે મોડી રાત્રે એક નાઇટક્લબમાં ગોળીબારથી સનસનાટી મચી ગઈ. ગોળીબારમાં ૮ લોકોના મોત થયા છે, જ્યારે ૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના દેશના સૌથી ખતરનાક વિસ્તારોમાંના એક ગણાતા દરિયાકાંઠાના -ાંત ગુઆયાસના ગ્રામીણ વિસ્તાર સાન્ટા લુકામાં બની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, મળતકની ઉંમર ૨૦ થી ૪૦ વર્ષની વચ્ચે હતી. સાત લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એક વ્યક્તિએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલાખોરો ભારે હથિયારોથી સજ્જ હતા અને મોટરસાઇકલ અને બે વાહનો પર આવ્યા હતા. ગોળીબારનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ બે દિવસ પહેલા બીજી એક મોટી ઘટના બાદ આ ઘટના પ્રકાશમાં આવી છે.
દેશના દક્ષિણપヘમિ કિનારા પર અલ ઓરો પ્રાંત નજીક બંદૂકધારીઓએ બોટ પર હુમલો કર્યાના બે દિવસ પછી આ ઘટના બની છે. તે ઘટનામાં ચાર લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ગુમ છે.
છેલ્લા કેટલાક મહિનામાં ઇક્વાડોરના દરિયાકાંઠાના પ્રાંતો - અલ ઓરો, ગુઆયાસ, માનાબી અને લોસ રોક્સમાં ગેંગ હિંસામાં સેંકડો લોકો માર્યા ગયા છે. આ બધા વિસ્તારોમાં કટોકટી લાગુ છે.
અધિકારીઓ માને છે કે હિંસાની આ લહેર ડ્રગ હેરફેરને લઈને સંગઠિત ગુનાહિત ગેંગ વચ્ચેના લોહિયાળ સંઘર્ષનું પરિણામ છે. આ ગેંગ્સ ટ્રાન્સનેશનલ ડ્રગ કાર્ટેલ સાથે જોડાયેલી છે, જે પેસિફિક કિનારાથી મધ્ય અમેરિકા, યુએસએ અને યુરોપમાં ડ્રગ્સ સપ્લાય કરે છે.
આ વર્ષે ઇક્વાડોરમાં અત્યાર સુધીમાં ૪,૬૦૦ થી વધુ હત્યાઓ થઈ છે, જ્યારે ૨૦૨૪ માં આ આંકડો ૭,૦૦૦ હતો. ૨૦૨૩ માં, રેકોર્ડ ૮,૦૦૦ હત્યાઓ નોંધાઈ હતી.(૩૮.૮)
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
