News of Monday, 11th August 2025
હદ કરીઃ બે બહેનો એકબીજાના પ્રેમમાં પાગલ થઈ, મામાની દીકરી પતિ બની, ફોઈની દીકરી પત્ની બની
બે પિતરાઈ બહેનો એકબીજાના પ્રેમમાં પાગલ થઈ અને બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા

મુઝફ્ફરનગર તા.૧૧: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બે પિતરાઈ બહેનો એકબીજાના પ્રેમમાં પાગલ થઈ અને બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા. હવે આ મામલો આખા જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગયો છે. એક છોકરીના પિતાએ આઈજીઆરએસ પોર્ટલ પર ફરિયાદ કરી તો પોલીસે બંને છોકરીઓને પોલીસ સ્ટેશને બોલાવી અને સમજાવ્યા. જો કે બંને છોકરીઓએ પોલીસ સામે સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એક છોકરીએ લગ્ન કરી લીધા હોવાની વાત પણ સ્વીકારી હતી.
જિલ્લાના તિતાવી વિસ્તારની રહેવાસી બંને મામા-ફોઈની બહેનો દોઢ વર્ષથી એક સાથે રહેતી હતી. જો કે પરિવારે બંનેના આ સંબંધનો વિરોધ પણ કર્યો. પણ તેમણે કોઈની વાત સાંભળી નહીં. પોલીસના જણાવ્યા અનુસાર ૨૬ ફેબ્રુઆરીના રોજ બંને છોકરીઓ પરિવારને કહ્યા વિના ઘરેથી જતી રહી અને ગાઝિયાબાદમાં એક ભાડાના મકાનમાં રહેવા લાગી. બંને છોકરીઓએ આ દરમ્યાન એક પ્રાઈવેટ ફેક્ટરીમાં કામ પણ કરવા લાગી હતી. જ્યારે લાંબા દિવસ સુધી બંનેનો કોઈ પત્તો ન લાગ્યો તો એક યુવતીએ પિતાને ફરિયાદ નોંધાવી કે તેમની દીકરીનું અપહરણ થઈ ગયું છે.
પોલીસને ફરિયાદ મળતા છોકરીનો ફોન પર સંપર્ક કર્યો. ગુરુવાર સાંજે બંને છોકરીઓ પોલીસ સ્ટેશન પહોંચી. આ દરમ્યાન એક છોકરીએ માંગમાં સિંદૂર ભરી રાખ્યું હતું. તો વળી બીજી છોકરી પેન્ટ શર્ટ પહેરતી હતી. જે છોકરીએ સિંદૂર લગાવ્યું હતું, તેણે પોલીસને કહ્યું કે, તેમણે બંનેએ લગ્ન કરી લીધા છે અને હવે તેઓ સાથે રહેવા માગે છે. પોલીસે નિવેદન નોંધ્યા બાદ બંનેને સુરક્ષામાં ઘરે મોકલી દીધા. હવે બંને પતિ-પત્નીની માફક રહેવા લાગ્યા છે. જો કે બંને યુવતીના પરિવારો તેમના સંબંધને લઈને ઘણા પરેશાન છે. પોલીસે પરિવારને છોકરીઓની સુરક્ષાની ભલામણ કરી છે.(૩૮.૬)
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
