News of Monday, 11th August 2025
વોટર લિસ્ટમાં ગેરરીતિનો વિરોધ : દિલ્હીમાં INDI ગઠબંધનના સાંસદોની ધરપકડ : ચૂંટણી પંચે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને INDI ગઠબંધનના 30 સાંસદોને મળવા માટે મંજૂરી આપી : જુઓ વિડિયો
રાહુલ ગાંધી સહિતના નેતાઓને પોલીસે અટકાયતમાં લીધા : સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં બેઠક યોજી પ્રતિનિધિમંડળના નામો પર ચર્ચા : ટૂંક સમયમાં ચૂંટણી પંચ સાથે બેઠક કરશે

#WATCH दिल्ली: संसद से चुनाव आयोग तक मार्च करते हुए दिल्ली पुलिस द्वारा हिरासत में लिए जाने के बाद INDIA ब्लॉक के नेता संसद मार्ग पुलिस स्टेशन पहुंचे।
— ANI_HindiNews (@AHindinews) August 11, 2025
(सोर्स: कांग्रेस सांसद) pic.twitter.com/O2KSEQ5b3I
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત 'INDI' ગઠબંધનના સાંસદોએ મતદાર યાદીમાં કથિત ગેરરીતિ અને છેતરપિંડીના આરોપસર આજે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન અને ચૂંટણી પંચ કાર્યાલય સુધી કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, દિલ્હી પોલીસે કૂચની પરવાનગી ન હોવાનું કારણ આપીને તમામ સાંસદોને અટકાયતમાં લીધા હતા. આ ઘટનાએ રાષ્ટ્રીય રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.
દિલ્હીના જોઈન્ટ પોલીસ કમિશનર દીપક પુરોહિતના જણાવ્યા અનુસાર, અટકાયત કરાયેલા તમામ નેતાઓને સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. દરમિયાન, ચૂંટણી પંચે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને INDI ગઠબંધનના 30 સાંસદોને મળવા માટે મંજૂરી આપી છે.
પોલીસ સ્ટેશનમાં જ INDI ગઠબંધનના સાંસદોની એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે, જેમાં ચૂંટણી પંચ સાથે મુલાકાત કરનારા 30 સાંસદોના નામો પર મંથન ચાલી રહ્યું છે. એવું મનાઈ રહ્યું છે કે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા જેવા વરિષ્ઠ નેતાઓના નામ આ પ્રતિનિધિમંડળમાં સામેલ થવા પર સહમતિ બની ગઈ છે. ટૂંક સમયમાં બાકીના નામો પર પણ સહમતિ સધાયા બાદ આ 30 સાંસદોનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચના કાર્યાલય જશે.
ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે કાર્યાલયમાં જગ્યા મર્યાદિત હોવાને કારણે મોટી સંખ્યામાં લોકોને પ્રવેશ આપી શકાય નહીં, તેથી 30 સાંસદોને જ મળવાની મંજૂરી આપવામાં આવી છે. પંચે નેતા પ્રતિપક્ષને સાંસદોના નામ અને તેમના વાહનોના નંબર ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે, જેથી તેમને સરળતાથી પ્રવેશ આપી શકાય. નવી દિલ્હીના ડીસીપી દેવેશ કુમારે જણાવ્યું કે નામ નક્કી થયા બાદ પોલીસ જ આ પ્રતિનિધિમંડળને સુરક્ષા સાથે ચૂંટણી પંચના કાર્યાલય સુધી પહોંચાડશે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
