News of Monday, 11th August 2025
બિહારમાં SIR અમલ મુદ્દે સંસદમાં હોબાળોઃ બંને ગૃહ સ્થગિત
વિપક્ષી સાંસદોએ કરી ધમાલઃ નારેબાજી અને સૂત્રોચ્ચાર કર્યા

નવી દિલ્હી, તા.૧૧: બિહારમાં મતદાર યાદી મુદ્દે ચાલી રહેલા વિવાદ મુદ્દે વિપક્ષે આજે સંસદ શરુ થતા જ હોબાળો શરૂ થયો હતો. જેના લીધે લોકસભા અને રાજયસભાની કાર્યવાહી બપોર સુધી સ્થગિત કરવામાં આવી છે. વિપક્ષી સાંસદોએ બિહાર મતદાર યાદી સુધારણા પ્રક્રિયા મુદ્દે નારેબાજી કરી હતી. તેમજ ઇન્ડિયા ગઠબંધન આજે મતદાર યાદી મુદ્દે ચૂંટણી પંચની ઓફીસ સુધી માર્ચ પણ કરી.
આ અંગે જેડીયુ સાંસદ સંજય કુમાર ઝાએ જણાવ્યું કે, એસઆઈઆરનો અમલ બિહારમાં કરવામાં આવી રહ્યો છે. આ બિહારના લોકોનો મુદ્દો નથી તો પછી વિપક્ષ કેમ હંગામો કરી રહ્યું છે. બિહારના લોકો ચૂંટણી પંચના આ કામથી ખુશ છે.
જયારે સપા સાંસદ અવધેશ પ્રસાદે ઇન્ડિયા ગઠબંધનના સાંસદોને ચૂંટણી પંચના કાર્યાલય સુધી માર્ચ કરવાનું કહ્યું છે. તેમણે કહ્યું આ માર્ચ એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે લોકતંત્ર ખતરામાં છે. ભાજપની વર્તમાન સરકાર લોકતંત્રને સમાપ્ત કરવા માંગે છે. ભાજપ બાબા સાહેબના આંબેડકરના સંવિધાનને સમાપ્ત કરવા માંગે છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
