News of Monday, 11th August 2025
'વોટ ચોરી'ના વિવાદ વચ્ચે કર્ણાટકના કોંગ્રેસ મંત્રીએ આપ્યું રાજીનામું : રાહુલ ગાંધી પર ગંભીર આરોપો લગાવતા રાજકારણમાં હલચલ
સહકારિતા મંત્રી કે.એન. રાજન્નાએ પાર્ટી હાઈકમાન્ડ પર વોટ ચોરીનો આરોપ મૂકતા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વધ્યો : રાહુલ ગાંધી વિરુદ્ધ નિવેદન આપતાં રાજીનામાની ફરજ પડી

બેંગલુરુ: કર્ણાટક કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જેમાં 'વોટ ચોરી'ના ગંભીર આરોપોને પગલે સહકારિતા મંત્રી કે.એન. રાજન્નાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. આ ઘટનાએ કોંગ્રેસના આંતરિક રાજકારણમાં ભારે હલચલ મચાવી દીધી છે. રાજન્નાએ સીધા જ પાર્ટીના નેતા રાહુલ ગાંધી પર વોટ ચોરીનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે કોંગ્રેસ હાઈકમાન્ડમાં તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.
રાજન્નાના આ નિવેદન બાદ પાર્ટીની અંદર ભારે નારાજગી ફેલાઈ હતી. કોંગ્રેસના ટોચના નેતાઓએ રાજન્ના સામે શિસ્તભંગના પગલાં લેવાની હિમાયત કરી હતી. જોકે, આ માંગણીઓ વચ્ચે રાજન્નાએ જાતે જ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે.
રાજીનામું આપ્યા બાદ પણ રાજન્ના શાંત બેઠા નથી. તેમણે મીડિયા સાથે વાતચીત કરતા ફરી એકવાર રાહુલ ગાંધી પર ગંભીર આરોપો લગાવ્યા અને પોતાના નિવેદનોનો બચાવ કર્યો. તેમના આ રાજીનામા અને સતત થઈ રહેલા આરોપોએ કર્ણાટક કોંગ્રેસની અંદરની તિરાડોને ખુલ્લી પાડી દીધી છે, જે આગામી સમયમાં રાજકીય વાતાવરણને વધુ ગરમાવી શકે છે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
