<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

ઓનલાઈન મીટિંગમાં અશ્લીલ વીડિયો ચલાવ્યો, મહિલા અધિકારીઓ છોડીને ચાલી ગઈ, DMએ આપી તપાસના આદેશ

આ ઘટના માત્ર વહીવટી શિષ્ટાચારનો ભંગ નથી, પરંતુ સાયબર ક્રાઇમ પણ છે. પોલીસે ટેકનિકલ પુરાવાઓ એકત્રિત કરવા માટે સાયબર પોલીસ સ્ટેશનની લઈ રહી છે મદદ

મહારાજગંજ:  ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં એક ચોંકાવનારી અને શરમજનક ઘટના બની છે. જિલ્લા મેજિસ્ટ્રેટ (DM)ની અધ્યક્ષતામાં ચાલી રહેલી એક ઓનલાઈન બેઠક, 'ઈ-ચૌપાલ', દરમિયાન અચાનક સ્ક્રીન પર એક અશ્લીલ વીડિયો ચાલવા લાગ્યો. આ ઘટનાથી બેઠકમાં હાજર મહિલા અધિકારીઓ સહિત તમામ ઉપસ્થિત લોકો શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા, જેના પગલે બેઠક મોકૂફ રાખવાની ફરજ પડી હતી.

 7 ઑગસ્ટના રોજ યોજાયેલી આ બેઠકમાં શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા. બેઠક દરમિયાન, "જેસન જે.આર." નામના એક અજાણ્યા યુઝરે અચાનક અશ્લીલ વીડિયો ચલાવ્યો. ત્યારબાદ "અર્જુન" નામના અન્ય એક યુઝરે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને વાતાવરણ બગાડ્યુ

 આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, જિલ્લા મેજિસ્ટ્રેટે તુરંત કાર્યવાહીના આદેશ આપ્યા.

બ્લોક શિક્ષણ અધિકારી સુદામા પ્રસાદે કોતવાલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી. પોલીસે બે અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

આ ઘટના માત્ર વહીવટી શિષ્ટાચારનો ભંગ નથી, પરંતુ સાયબર ક્રાઇમ પણ છે. પોલીસે ટેકનિકલ પુરાવાઓ એકત્રિત કરવા માટે સાયબર પોલીસ સ્ટેશનની મદદ લઈ રહી છે. સદર કોતવાલના જણાવ્યા અનુસાર, આરોપીઓની ઓળખ કરીને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે. આ ઘટનાએ ઓનલાઈન બેઠકોની સુરક્ષા અને ઉપયોગ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

(4:07 PM IST)