News of Tuesday, 12th August 2025
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો : 9 સૈનિકોના મોત
આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન અને બોર્ડર ફોર્સ કોમ્પ્લેક્સ પર હુમલો કર્યો

બલુચિસ્તાન : પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ફરી એકવાર મોટો આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 9 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. અધિકારીઓએ આ હુમલા અંગે માહિતી આપી છે. વાશુક જિલ્લાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ડઝનબંધ આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન અને બોર્ડર ફોર્સ કોમ્પ્લેક્સ પર હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "જ્યારે સેનાની હિલચાલ ચાલી રહી હતી, ત્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો. આતંકવાદીઓએ 9 સૈનિકોને મારી નાખ્યા."
અગાઉ, પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જાફર એક્સપ્રેસને નિશાન બનાવવામાં આવી હતી. આ ઘટના પાકિસ્તાનના દક્ષિણપશ્ચિમ બલુચિસ્તાન પ્રાંતના માસ્તુંગ જિલ્લામાં બની હતી. અહીં, ટ્રેક પર મૂકેલા વિસ્ફોટકોને કારણે જાફર એક્સપ્રેસના છ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા હતા. જે સમયે ટ્રેનને નિશાન બનાવવામાં આવી હતી, તે પેશાવર તરફ જઈ રહી હતી.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
