<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

પતિની સામે પત્ની ટ્રક નીચે કચડાઈ, બાઈક પર મૃતદેહને બાંધી લઈ જવો પડ્યો

મધ્યપ્રદેશમાં અકસ્માતનો ચોંકાવનારો કિસ્સો ઃરસ્તામાં એક ટ્રકે ટક્કર મારી જેના કારણે પત્ની રોડ પર પટકાઈ અને ટ્રક ચાલકે તેના પર ટ્રક ફેરવી દીધી હતી

મધ્યપ્રદેશ, તા.૧૨:મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક વ્યક્તિ તેની પત્નીના મૃતદેહનેબાઈક પાછળ બાંધીને લઈ જઈ રહ્યો છે.

 જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ ઘટના ૯ ઓગસ્ટની નાગપુર જબલપુર નેશનલ હાઈવેની છે. પતિ-પત્ની તેમના ગામ જતા હતા તે સમયે રસ્તામાં એક ટ્રકે ટક્કર મારી જેના કારણે પત્ની રોડ પર પટકાઈ અને ટ્રક ચાલકે તેના પર ટ્રક ફેરવી દીધી હતી. બાદમાં ટ્રક ચાલક આ અકસ્માત સર્જ્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અકસ્માત બાદ પતિએ લોકો પાસેથી મદદ માગી હતી જોકે કોઈએ તેની મદદ ન કરી જેના કારણે મજબૂરીમાં પતિએ તેના પત્નીના મૃતદેહને બાઈકની સીટ પાછળ બાંધ્યો અને પછી તેના ગામ જવા રવાનો થયો. વીડિયોમાં આપ જોઈ શકો છો કે થોડિક આગળ ગયા બાદ રસ્તા પર લોકોએ તેને મદદ માટે રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે કોઈની ના સાંભળી.

પતિ જ્યારે પત્નીને બાઈક પાછળ બેસાડીને લઈ જઈ રહ્યો હતો તે સમયે પોલીસે તેને રોક્યો અને પત્નીના મૃતદેહને નાગપુરના ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો. જ્યાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવામાં આવી. હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે મીડિયા સાથે વાત કરતા પતિએ એવું જણાવ્યું હતું કે તે તેની પત્ની સાથે તેના ભાઈના ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં ટ્રકે કટ મારી તો તે પત્ની સાથે બાઈક પરથી પડી ગયો હતો. આ ઘટનામાં પત્નીનું મોત થયું જેથી તે સખત ગભરાઈ ગયો હતો. તેને ખબર નહોતી પડી રહી કે શું કરવું જેથી તેણે પત્નીના મૃતદેહને બાઈક પર પાછળ બાંધ્યો અને ત્યાંથી નીકળ્યો હતો

(7:38 PM IST)