<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

મહત્વના સમાચારો: ઝડપભેર વાંચી જાવ

* કોંગ્રેસ દેશભરમાં મત ચોરી માટે જબ્બર વિરોધ પ્રદર્શન કરશે 

* સિંગાપુરના નાયબ વડાપ્રધાન ગાન કિમ યોંગ અને નાણામંત્રી વીવીયન બાલાકૃષ્ણન સહિતનું પ્રતિનિધિ મંડળ નવી દિલ્હી પહોંચ્યું 

* ભાજપ સાંસદ રાજીવ પ્રતાપ રૂડીએ કોન્સ્ટીટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયાની ચૂંટણી જીતી લીધી 

* બીજાપૂરમાં નક્ષલીઓ સાથેના એન્કાઉન્ટરમાં બે જવાન ઘાયલ થયા 

* મેક્સિકોમાં પોણસો વર્ષનો રેકોર્ડ તોડતો ભયંકર વરસાદ પડ્યો, એરપોર્ટ બંધ

દેશભક્તિનો અનોખો જુસ્સો: યુવકે શરીર પર ૫૫૯ શહીદોનાં નામ અને મહાપુરુષોની તસવીરો કંડારી : ઉત્તર પ્રદેશમાં હાપુરના અભિષેક ગૌતમ નામના એક યુવકે દેશભક્તિનો અનોખો જુસ્સો દર્શાવ્યો છે. દેશ માટે બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ યુવકે પોતાના શરીર પર એક-બે નહીં, પરંતુ કુલ ૫૫૯ શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓનાં નામ કંડારાવ્યાં છે. : આ યુવકે પોતાની પીઠ પર ફક્ત શહીદોનાં નામ જ નહીં, પરંતુ અનેક મહાપુરુષોની તસવીરો પણ કોતરાવી છે. જેમાં કારગીલના શહીદો ઉપરાંત શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, મહારાણા પ્રતાપ અને મહાત્મા ગાંધી જેવા મહાપુરુષોના ટેટૂ પણ સામેલ છે. આ યુવકના આ અનોખા પ્રયાસે સૌનું ધ્યાન ખેંચ્યું છે અને દેશભક્તિના આ અનન્ય સ્વરૂપની પ્રશંસા થઈ રહી છે.

સ્વતંત્રતા દિવસ અને જન્માષ્ટમી પર દિલ્હીમાં 'ડ્રાય ડે' જાહેર : દિલ્હી સરકારે આગામી સ્વતંત્રતા દિવસ, એટલે કે ૧૫મી ઓગસ્ટ અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે 'ડ્રાય ડે' જાહેર કર્યો છે. આ નિર્ણય હેઠળ દિલ્હીમાં આ બન્ને દિવસોએ દારૂની દુકાનો બંધ રહેશે.  : જાહેરાત મુજબ, આ બે દિવસો દરમિયાન દિલ્હીમાં દારૂનું વેચાણ કરતા તમામ આઉટલેટ્સ, દુકાનો અને બાર બંધ રહેશે. આ પગલું તહેવારોની ગરિમા જાળવવા અને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે લેવામાં આવ્યું છે. આ નિર્ણયનો અમલ દિલ્હીના તમામ વિસ્તારોમાં સખત રીતે કરવામાં આવશે.

(11:33 AM IST)