<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

જીએસટી રજીસ્‍ટ્રેશન માટે લિમિટ થશે ૧ કરોડ

બેંકો-નાણા સંસ્‍થાએ કરેલી માંગ સ્‍વીકારાશે?

 

નવી દિલ્‍હી તા.૨૩: દેશમાં યુપીઆઇ યવહારોને પ્રોત્‍સાહન આપવા માટે, ફરજિયાત જીએસટી નોંધણી માટે ટર્નઓવર મર્યાદા ૧ કરોડ રૂપિયા સુધી વધારી શકાય છે. અહેવાલ મુજબ, બેંકો અને નાણાકીય સંસ્‍થાઓએ નાણા મંત્રાલય પાસે જીએસટી નોંધણીની મર્યાદા વધારીને ૧ કરોડ રૂપિયા કરવાની માંગ કરી છે. બેંકો અને નાણાકીય સંસ્‍થાઓએ નાણા મંત્રાલયને સૂચન કર્યું છે કે નાના દુકાનદારોને જીએસટી નોંધણીના દાયરાની બહાર રાખવા જોઈએ, જેથી તેઓ ખચકાટ વિના યુપીઆઇ દ્વારા વ્‍યવહાર કરી શકે. છેલ્લા કેટલાક મહિનાઓથી, ઘણા હિસ્‍સેદારો આ બાબત પર વિચાર કરી રહ્યા છે. જો બધું બરાબર રહ્યું, તો નવા નિયમ હેઠળ, ૧ કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓને નોંધણીમાંથી મુક્‍તિ મળી શકે છે.

વર્તમાન નિયમો અનુસાર, જો વાર્ષિક ટર્નઓવર ૪૦ લાખ રૂપિયાથી વધુ હોય તો જીએસટી નોંધણી જરૂરી છે. આ જીએસટી નોટિસનું જોખમ ઉભું કરે છે. છેલ્લા કેટલાક દિવસોમાં, એવું જોવા મળ્‍યું છે કે ગોલગપ્‍પાવાળાએ ૪૦ લાખ કમાયા, શાકભાજીવાળાએ ૪૦ લાખથી વધુ કમાયા. આને કારણે, ઘણા શેરી વિક્રેતાઓને જીએસટી નોટિસ આપવામાં આવી હતી. નોટિસના ડરથી નાના વ્‍યવસાયો યુપીઆઇ દ્વારા ચુકવણી સ્‍વીકારવાનું બંધ કરી રહ્યા છે. બેંકોએ સરકારને મોટા યુપીઆઇ વ્‍યવહારો પર યુપીઆઇ ચાર્જ લાદવાનું વિચારવા જણાવ્‍યું છે.(૩૮.૧૮)

(10:49 AM IST)