<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

ડીઆરડીઓનો મેનેજર પાકિસ્તાની જાસૂસ: રાજસ્થાનમાં સીઆઈડી ઇન્ટેલિજન્સે ધરપકડ કરી

દેશની સુરક્ષા માટે અત્યંત સંવેદનશીલ ગણાતા સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)માં જાસૂસીનો મોટો પર્દાફાશ થયો છે. રાજસ્થાન સીઆઈડી ઇન્ટેલિજન્સે ડીઆરડીઓના ગેસ્ટ હાઉસ મેનેજર મહેન્દ્ર પ્રસાદની પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરી છે.

મહેન્દ્ર પ્રસાદ જેસલમેરના ચાંદન ફિલ્ડ ફાયરિંગ રેન્જ પાસે આવેલા ગેસ્ટ હાઉસમાં ફરજ બજાવતો હતો. તેની પાસેથી ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલવામાં આવતી હતી. 

સીઆઇડી ઇન્ટેલિજન્સ દ્વારા લાંબા સમયથી ચાલી રહેલી તપાસ બાદ એના મોબાઈલ માંથી મળી આવેલ વિગતોના આધારે આ ધરપકડ કરવામાં આવી છે. 

આ ઘટનાએ દેશની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. તપાસ એજન્સીઓ દ્વારા આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:52 AM IST)