News of Wednesday, 13th August 2025
વિડિયોમાં વહુ સાસુને મારતી હતી, પણ એ પહેલાં તે પોલીસમાં ફરિયાદ કરી આવેલી કે સાસુ તેને મારે છે

ઇટાવા તા.૧૩: ઉત્તર પ્રદેશના ઇટાવામાં એક વળદ્ધ સાસુને તેની વહુ બેરહેમીથી ધીબેડી રહી છે.અધખુલ્લા દરવાજા પાસે બેસી પડેલી સાસુને તેની જ વહુ લાફા અને ઢૂંસા મારીને તથા વાળ ખેંચીને ઢસડી રહી છે. તેનો દીકરો આસપાસમાં જ નાની બાળકીને લઈને ટહેલી રહ્યો છે, પણ પોતાની પત્નીને રોકતો નથી. તેની જ ત્રણ વર્ષની દીકરી મમ્મીને વિનવણી કરે છે કે દાદીને છોડી દે, પણ માને નાના બાળકની વિનંતી પણ સંભળાતી નથી. જોકે વહુની નજર પડે છે કે પોતાનું આ કારસ્તાન બહારની કોઈ વ્યક્તિ વિડિયોમાં રેકૉર્ડ કરી રહી છે એટલે તે સાસુને ત્યાં જ પડતી મૂકીને ઘરની અંદર જતી રહે છે. આ વિડિયો વાઇરલ થતાં પોલીસે મારનાર વહુને શોધી કાઢી હતી. જોકે નવાઈની વાત એ હતી કે આ મહિલા તો પોલીસમાં તેની સાસુ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ કરીને ગંભીર કાનૂની આરોપો નોંધાવી ચૂકી હતી
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
