News of Wednesday, 13th August 2025
ભારતનાં નાગરિક બને એ પહેલા સોનિયા મતદાર બની ગયા'તા
વોટચોરી એસઆઇઆર વિવાદ વચ્ચે ભાજપનો સનસનીખેજ આરોપઃ ફોડયો નાગરિકતાનો બોંબ : પહેલીવાર ૧૯૮૦માં એક ઇટાલીયન નાગરિક સ્વરૂપે તથા ફરી ૧૯૮૩માં ભારતના નાગરિક બન્યા તેના થોડા મહિના પહેલા

નવી દિલ્હી તા.૧૩: બિહારમાં ચાલી રહેલા મતદાર વિશેષ સઘન સુધારણા (એસઆઇઆર) પર સંસદથી લઈને રસ્તા અને સપ્રીમ કોર્ટ સુધી લડાઈ ચાલી રહી છે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ચૂંટણી પંચ અને ભાજપ પર મિલીભગતનો આરોપ લગાવીને આક્રમક રહે છે, ત્યારે ભાજપે આ મુદ્દે કોંગ્રેસ અને ગાંધી પરિવાર સામે વળતો પ્રહાર કર્યો છે. ભાજપ આઇટી સેલના વડા અમિત માલવિયાએ આરોપ લગાવ્યો અને દાવો કર્યો છે કે એસઆઇઆર પર હોબાળો મચાવનાર રાહુલ ગાંધીની માતા અને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી ભારતના નાગરિક બનતા પહેલા જ અહીં મતદાર બન્યા હતા. તેમણે કહ્યું કે ભારતીય નાગરિકતા લેતા પહેલા જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું.
સોશિયલ મીડિયા સાઇટ એકસ પર એક પોસ્ટમાં અમિત માલવિયાએ દાવો કર્યો હતો કે, ભારતની મતદાર યાદીમાં સોનિયા ગાંધીનું નામ ઉમેરવું એ ચૂંટણી કાયદાઓના ઘોર ઉલ્લંઘનથી ભરેલું છે. કદાચ આ જ કારણ છે કે રાહુલ ગાંધી અયોગ્ય અને ગેરકાયદેસર મતદારોને નિયમિત કરવાના પક્ષમાં છે અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર)નો વિરોધ કરી રહ્યા છે. માલવિયાએ આગળ લખ્યું, તેમનું નામ સૌપ્રથમ ૧૯૮૦ માં મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું. આ તેમના ભારતીય નાગરિક બન્યાના ત્રણ વર્ષ પહેલાં થયું હતું. તે સમયે તેમની પાસે ઇટાલિયન નાગરિકતા હતી.
તેમણે દાવો કર્યો અને લખ્યું, બીજા શબ્દોમાં કહીએ તો, સોનિયા ગાંધીનું નામ મૂળભૂત નાગરિકતાની જરૂરિયાત પૂરી કર્યા વિના બે વાર મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. પ્રથમ ૧૯૮૦ માં ઇટાલિયન નાગરિક તરીકે, અને પછી ૧૯૮૩ માં, તેઓ કાયદેસર રીતે ભારતીય નાગરિક બન્યા તેના થોડા મહિના પહેલા. અમે એ નથી પૂછી રહ્યા કે રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યાના ૧૫ વર્ષ પછી તેમણે ભારતીય નાગરિકતા સ્વીકારવામાં કેમ વિલંબ કર્યો? જો આ સ્પષ્ટ ચૂંટણી ગેરરીતિ નથી, તો શું છે
લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ગયા અઠવાડિયે ચૂંટણી પંચ પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે એસઆઇઆર દ્વારા મત ચોરી થઈ રહી છે. તેમણે કથિત મત ચોરી સામે ઝુંબેશ પણ શરૂ કરી છે. તેમણે ગયા અઠવાડિયે મત ચોરીના પોતાના આરોપોને સાબિત કરવા માટે મત કેવી રીતે ચોરી થઈ રહ્યા છે તેના અનેક ઉદાહરણો આપ્યા હતા. તેમણે કહ્યું કે આ માટે પાંચ પદ્ધતિઓ અપનાવવામાં આવી છે - ડુપ્લિકેટ મતદારો બનાવવામાં આવ્યા છે, નકલી અને અમાન્ય સરનામાંવાળા મતદારો બનાવવામાં આવ્યા છે, જથ્થાબંધ મતદારો અથવા સમાન સરનામાંવાળા મતદારો જથ્થાબંધ બનાવવામાં આવ્યા છે, અમાન્ય ફોટોગ્રાફવાળા મતદારો બનાવવામાં આવ્યા છે અને નવા મતદારોના ફોર્મ ૬નો દુરુપયોગ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસ નેતાએ મંગળવારે ચૂંટણી પંચ પર એક વ્યક્તિ, એક મતૅ ના સિદ્ધાંતને લાગુ કરવાની તેની ફરજ બજાવતા ન હોવાનો આરોપ લગાવ્યો અને મતદાર યાદીમાં અનિયમિતતાના દાવાઓ તરફ ઈશારો કરતા કહ્યું, અભી ચિત્ર બાકી છે તેમણે આરોપ લગાવ્યો કે આ સંસ્થાકીય ચોરી છે અને એસઆઇઆરના કારણે મોટી સંખ્યામાં નાગરિકો, ખાસ કરીને લઘુમતીઓ જેવા સંવેદનશીલ લોકોને બાકાત રાખવામાં આવી રહ્યા છે. જૂથો, જેમની પાસે હોઈ શકે છે જરૂરી કડક દસ્તાવેજો સબમિટ કરવામાં મુશ્કેલી પડશે, મતદાનના અધિકારથી વંચિત રહેશે.
તે સમયે, સોનિયા ગાંધી અને તેમનો પરિવાર દેશના તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના સત્તાવાર નિવાસસ્થાન ૧, સફદરજંગ રોડ પર રહેતા હતા. ત્યાં સુધી, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સંજય ગાંધી અને મેનકા ગાંધી જ તે સરનામે નોંધાયેલા મતદારો હતા. ૧૯૮૦ માં, નવી દિલ્હી સંસદીય મતવિસ્તારની મતદાર યાદીમાં ૧ જાન્યુઆરી, ૧૯૮૦ ને પાત્રતા તારીખ તરીકે ધ્યાનમાં લઈને સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારા દરમિયાન, મતદાન મથક નંબર ૧૪૫ ની મતદાર યાદીમાં સીરીયલ નંબર ૩૮૮ પર સોનિયા ગાંધીનું નામ ઉમેરવામાં આવ્યું હતું. મતદાર યાદીમાં નામનો સમાવેશ, કાયદાનું ઉલ્લંઘન માલવિયા
માલવિયાએ આરોપ લગાવ્યો, મતદાર યાદીમાં આ નોંધ એ કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું જેના હેઠળ મતદાર તરીકે નોંધણી કરાવવા માટે વ્યક્તિ ભારતીય નાગરિક હોવો આવશ્યક છે. માલવિયાએ દાવો કર્યો હતો કે, ૧૯૮૨માં ભારે વિરોધ પ્રદર્શનો પછી, તેમનું નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યું હતું અને ૧૯૮૩માં ફરીથી મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. પરંતુ યાદીમાં તેમનું નામ ફરીથી દાખલ થવાથી ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા.
માલવિયાએ આ બાબતની વધુ સ્પષ્ટતા કરતા લખ્યું હતું કે, ‘‘તે વર્ષે મતદાર યાદીના નવા સુધારામાં, સોનિયા ગાંધીનું નામ મતદાન મથક ૧૪૦ પર સીરીયલ નંબર ૨૩૬ પર મતદાર તરીકે નોંધાયું હતું અને નોંધણીની પાત્રતા તારીખ ૧ જાન્યુઆરી, ૧૯૮૩ હતી, જ્યારે સોનિયા ગાંધીને ભારતીય નાગરિકતા ૩૦ એપ્રિલ, ૧૯૮૩ના રોજ જ મળી હતી.(૩૮.૩૦)
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
