હું આ મામલે તપાસ કરીશ : દિલ્હીના પશુ પ્રેમીઓ માટે આશાનું કિરણ !
શ્વાનોને હટાવવા મામલે સીજેઆઈ ગવઈઍ સંજ્ઞાન લેવાની વાત કહી

નવી દિલ્હી, તા.૧૩ઃ સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને નિર્દેશ આપ્યા હતાં કે દિલ્હીપ્રઍનસીઆરમાં તમામ રખડતા શ્વાનોને પકડીને શેલ્ટર્સમાં રાખવામાં આવે, કોર્ટે આ માટે આઠ અઠવાડિયાની ડેડલાઇન આપી છે. કોર્ટના આ ચુકાદા સામે પ્રાણી પ્રેમીઓ રોષ ઠાલવી રહ્ના છે, સોશિયલ મીડિયા પર કોર્ટના આદેશની ટીકા કરવામાં આવી રહી છે. કેટલીક જગ્યાઍ લોકોઍ વિરોધ પ્રદર્શનો કરીને કોર્ટેને ફરી વિચાર કરવા વિનંતી કરી હતી. હવે પ્રાણી પ્રેમીઓને રાહત મળે ઍવા સંકેતો ભારતના મુખ્ય ન્યાયાધીશ (ઘ્થ્ત્) ઍ આપ્યા છે.
રખડતા શ્વાનો અંગેની ઍક અલગ અરજી ભારતના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈની બેન્ચ સમક્ષ રજુ કરવામાં આવી હતી. આ મામલે સુનાવણી દરમિયાન અન્ય ઍક બેન્ચે આપેલા ચુકાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જેના સંદર્ભમાં બીઆર ગવઈઍ કહ્નાં કે, ‘હું મામલે તપાસ કરીશ.’
ઍનિમલ બર્થ કંટ્રોલ (ડોગ્સ) નિયમો અનુસાર દિલ્હીમાં શ્વાનોની નસબંધી અને રસીકરણ માટે દિશાનિર્દેશો માંગતી પીઆઈઍલ મામલે દિલ્હી હાઈકોર્ટે આપેલા ચુકાદાને પડકારતી અરજી કોન્ફરન્સ ફોર હ્નામન રાઇટ્સ (ઇન્ડિયા) નામની સંસ્થા દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં છે.
સંસ્થાના વકીલે અરજી રજુ કરી, ત્યારે ઘ્થ્ત્ બીઆર ગવઈઍ કહ્નાં કે બીજી બેન્ચ રખડતા શ્વાનો અંગે પહેલેથી જ આદેશ આપી ચુકી છે. આ આદેશ સોમવારે જસ્ટિસ જેબી પારડીવાલાની આગેવાની હેઠળની બેન્ચે આપ્યો હતો.
સંસ્થાના વકીલે મે ૨૦૨૪ માં જસ્ટિસ જેકે મહેશ્વરીની આગેવાની હેઠળની બેન્ચ દ્વારા આપવામાં આવેલા આદેશનો ઉલ્લેખ કર્યો. ન્યાયાધીશ મહેશ્વરીઍ આદેશમાં જણાવ્યું કહ્નાં હતું, કોઈપણ સંજોગોમાં શ્વાનોની હત્યા થઈ શકે નહીં અને અધિકારીઓઍ પ્રવર્તમાન કાયદા મુજબ પગલાં લેવા પડશે. બધા જીવો પ્રત્યે કરુણા દર્શાવવી ઍ બંધારણીય મૂલ્ય છે, તેનું પાલન કરવું ઍ તમામ અધિકારીઓની જવાબદારી છે.
વકીલની દલીલ બાદ બી આર ગવઈઍ જવાબ આપ્યો, ‘હું તેની તપાસ કરીશ.’ સુપ્રીમ કોર્ટે સોમાવારે આપેલા નિર્દેશનો વિરોધ કરતા કરી રહેલા દેલ્હીના પ્રાણી પ્રેમીઓને આશાનું કિરણ દેખાયું છે.
સોમવારે સુપ્રીમ કોર્ટે દિલ્હી-ઍનસીઆરમાંથી તમામ કૂતરાઓને હટાવવા આદેશ આપ્યો હતો. ઘણા લોકો આ આદેશને આવકારી રહ્ના છે, જ્યારે અન્ય લોકોઍ આ ચુકાદાને અતાર્કિક ગણાવી રહ્ના છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
