હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રેડ ડિલ મામલે ભારત ‘‘જીદ્દી'' છેઃ ઝુકેગા નહિ જેવું વલણઃ અમેરિકી નાણામંત્રીનો સ્વીકાર
ભારત-અમેરિકા વચ્ચે વાટાઘાટો ચાલુઃ ઓકટોબર સુધીમાં પૂર્ણ થશે

વોશીંગ્ટન તા.૧૩: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લાદી છે. જોકે, અમેરિકા હજુ પણ આશા રાખે છે કે તેઓ ભારત સાથે વેપાર કરાર કરી શકશે. અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે પોતાના એક નિવેદનમાં આવા સંકેતો આપ્યા હતા. તેમણે એ પણ સ્વીકાર્યું કે વેપાર વાટાઘાટો પ્રત્યે ભારતનું વલણ થોડું હઠીલું છે.
સ્કોટ બેસન્ટે મંગળવારે કહ્યું હતું કે ભારત અમેરિકા સાથે વેપાર વાટાઘાટોમાં હઠીલું વલણ અપનાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદીને ટાંકીને ભારત પર ૨૫ ટકા વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. આ પહેલા પણ ટ્રમ્પે ભારત પર ૨૫ ટકા પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. આ રીતે અમેરિકાએ ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે. વધારાનો ૨૫ ટકા ટેરિફ ૨૭ ઓગસ્ટથી અમલમાં આવશે.
એક કાર્યક્રમ દરમિયાન સ્કોટ બેસન્ટે કહ્યું હતું કે સ્વિટ્ઝર્લેન્ડ અને ભારત સહિત કેટલાક મોટા વેપાર સોદા હજુ થવાના બાકી છે અથવા તેના પર સંમતિ સધાઈ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ટેરિફ વાટાઘાટો ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થઈ જશે. તેમણે કહ્યું કે સ્વિટ્ઝલેન્ડ સાથે વાતચીત ચાલી રહી છે. ભારત થોડું હઠીલું રહ્યું છે. મને લાગે છે કે અમે બધા મોટા દેશો સાથે વેપાર કરારની શરતો પર સંમત થયા છીએ. યુએસ નાણામંત્રીએ કહ્યું કે ટેરિફ વાટાઘાટો ઓક્ટોબર સુધીમાં થઈ જશે. તેમણે કહ્યું કે મને લાગે છે કે અમે સારી સ્થિતિમાં છીએ.
ખરેખર, અમેરિકા વેપાર કરાર હેઠળ ભારતના ડેરી અને કળષિ ક્ષેત્રને ખોલવાની માંગ કરી રહ્યું છે, પરંતુ ભારત આ માટે તૈયાર નથી. તેનું કારણ એ છે કે આપણા દેશમાં કરોડો નાના ખેડૂતો છે અને તેઓ અમેરિકાના કળષિ ક્ષેત્ર સાથે સ્પર્ધા કરી શકશે નહીં. આવી સ્થિતિમાં, જો કળષિ ક્ષેત્ર અમેરિકા માટે ખુલ્લું મૂકવામાં આવે છે, તો આ કરોડો ખેડૂતો અને પશુપાલકો માટે મોટી સમસ્યા ઊભી થશે.
યુએસ પ્રમુખ ટ્રમ્પે ૬ ઓગસ્ટના રોજ ભારતમાંથી આયાત પર વધારાના ૨૫ ટકા ટેરિફ લાદવાના એક્ઝિકયુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા, જેનાથી ભારત પર કુલ ટેરિફ ૫૦ ટકા થઈ ગયો હતો. રશિયા પાસેથી તેલ ખરીદવા માટે અમેરિકાએ ભારત પર આ ટેરિફ લાદ્યો છે. જોકે, ભારતે તેનો વિરોધ કર્યો હતો અને આ ટેરિફને અયોગ્ય અને અતાર્કિક ગણાવ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
