<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની સેનાના કમાન્ડોનો હુમલો: એક જવાન શહીદ

કેટલાક આતંકવાદીઓ પાકિસ્તાન તરફથી ઘૂસી ગયા છે, જે ફિદાઈન હુમલાઓ કરી શકે છ

જમ્મુ: પાકિસ્તાની સેનાના કમાન્ડોએ ઉડી સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર હુમલો કર્યો, જેમાં એક ભારતીય જવાન શહીદ થયો. સાથે જ, જમ્મુ-કાશ્મીરમાં કેટલાક આતંકવાદીઓ ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યા છે, જેના કારણે સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ઉત્તરી કાશ્મીરના ઉડી સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર પાકિસ્તાની સેનાના કમાન્ડો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયેલ છે. આ હુમલાને 'બેટ હુમલો' (બોર્ડર એક્શન ટીમ) કહેવામાં આવે છે. 

પાકિસ્તાની સેનાએ ભારતીય ચોકી પર કબજો કરવાના ઇરાદાથી આ હુમલો કર્યો હતો. સુરક્ષા દળો દ્વારા હુમલાખોરોને શોધવા માટે મોટું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

બીજી બાજુ, સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે કેટલાક આતંકવાદીઓ પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યા છે, જે ફિદાઈન હુમલાઓ કરી શકે છે. તેમના નિશાના પર જમ્મુ-પઠાણકોટ હાઈવે પર સૈનિક સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સરહદ (આઈબી) સાથે ચાલતી રેલ લાઈન છે. 

પાકિસ્તાની રેન્જર્સે ઘૂસણખોરી માટે ડ્રોનનો ઉપયોગ કરીને ભારતીય સુરક્ષા દળોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો છે. આ કામગીરીમાં પાકિસ્તાની સેનાએ  મદદ કરી હતી. સંભવિત હુમલાઓને ધ્યાનમાં રાખીને હાઈવે પર ગસ્ત અને તપાસ વધારી દેવામાં આવી છે. (સુરેશ ડુગર જમ્મુ દ્વારા)

 

(4:33 PM IST)