<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

કાશ્મીરમાં માંસને લાંબો સમય ફ્રેશ રાખવા માટે, મૃતદેહોની જાળવણીમાં વપરાતા ખતરનાક રસાયણનો ઉપયોગ ?

જમ્મુ: કાશ્મીર ઘાટીમાં તાજેતરમાં મોટી માત્રામાં સડેલું માંસ જપ્ત કરવામાં આવ્યું હતું, જેમાં હવે એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે કે તેને લાંબા સમય સુધી તાજું રાખવા માટે ફોર્માલ્ડિહાઇડ નામનું રસાયણ વાપરવામાં આવ્યું હશે. આ રસાયણ મૃતદેહોને સાચવવા માટે વપરાય છે અને માનવ શરીર માટે ખૂબ જ હાનિકારક છે.

ફોર્માલ્ડિહાઇડ જેવા ખતરનાક રસાયણને કેન્સરનું કારણ માનવામાં આવે છે. ફિલહાલ, લેબોરેટરી રિપોર્ટ આવવાનો બાકી છે, અને અધિકારીઓએ હજુ આ વાતની પુષ્ટિ કરી નથી.

આ મામલે ખાધ્ય અને ઔષધ પ્રશાસન (એફડીએ) ના કમિશનર સ્મિતિ સેઠીએ જણાવ્યું કે ઘાટીના વિવિધ હિસ્સાઓમાંથી નમૂના એકત્રિત કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી કોઈપણ વાતની પુષ્ટિ કરી શકાય નહિ. આ કાર્યવાહી તાજેતરમાં ૧૧,૦૦૦ કિલોગ્રામથી વધારે સડેલું માંસ જપ્ત કર્યા પછી કરવામાં આવી છે. અધિકારીઓએ જાહેર જનતાને ખાતરી આપી છે કે બજારને અસુરક્ષિત ખાદ્ય પદાર્થોથી મુક્ત કરવા માટે નિરિક્ષણ અને છاپામારો ચાલુ રહેશે.. (સુરેશ ડુગર જમ્મુ દ્વારા)

 

 

(4:46 PM IST)